________________
૧૨૪
શ્રી ચમ્પાપુરી કલ્પઃ
છ માસ જેટલું આયુષ્ય બાકી જાણીને તેને ભણવા માટે દશવૈકાલિકસૂત્રને પૂર્વમાંથી ઉર્યુ. ત્યાં આત્મપ્રવાદપૂર્વમાંથી ષડ્વર્વાનકાય અધ્યયન, કર્મપ્રવાદપૂર્વમાંથી પિંડૈષણા અ. સત્યપ્રવાદ પૂર્વમાંથી વાક્ય અ. અને બાકીનાં અધ્યયનો પ્રત્યાપ્યાન પૂર્વનાં ત્રીજી વસ્તુમાંથી ઉર્યા. ।।૧૨।
આ જ નગરીમાં રહેનારો કુમારનંદી નામનો સોની થયો. પોતાની સંપત્તિના વૈભવથી તિ૨૨કા૨ કર્યો છે. ધનકુબે૨નો જેણે એવો તે સોની જોરદાર ભડભડતી ગ્રમાં પ્રવેશથી પંચશીલદ્વીપનો ધર્પત થયો. પૂર્વભવનાં મિત્ર અચ્યુત સ્વર્ગનાં દેવથી બોધ પામી સુંદર ગોશીર્ષ ચન્દનમયી જીવીતસ્વામિની અલંકાર ર્રાહત દેવાધિદેવ શ્રી મહાવીદેવની પ્રતિમાને નિર્માણ કરી ||૧||
આ જ નગ૨ીમાં પૂર્ણભદ્ર ચૈત્યમાં શ્રી વી૨પ્રભુએ કહેલ કે જે અષ્ટાપદ ઉ૫૨ (સ્વર્લાબ્ધથી) ચઢે છે તે તેજ ભવમાં મોક્ષે જાય છે. ||૧૪||
આ જ નગ૨ીમાં પાલિત નામનો વી૨પ્રભુનો ઉપાસક ર્વાણક હતો. સમુદ્રયાત્રા દર્શમયાન તેનો પુત્ર પ્રશ્નવ્યો, એથી સમુદ્રપાલ નામ થયું વધ સ્થાને લઈ જવાતાં માણસને દેખીને પ્રતિબોધ પામ્યો અને મોક્ષ માં ગયો. ||૧||
આ જ નગરીમાં સુનંદ નામનો શ્રાવક સાધુનાં મેલ-દુર્ગંધની નિંદા કરીને મ૨ણ પામ્યો અને કૌશામ્બી નગરીનો ઇભ્યપુત્ર થયો. વ્રતને ગ્રહણ કર્યુ. દુર્ગન્ધનો ઉદય થયો. કાઉસગ્ગ વડે દેવતાને આકર્ષી પોતાના અંગમાં સુગંધ કરી ||૧૬||
આ જ નગ૨ીમાં કૌશિકાર્યનાં શિષ્ય અંગર્ષિ અને રૂદ્રકે અભ્યાખ્યાન વિદાન અને સુજાત પ્રિયંગુ આદિ પણ ઉત્તમ વિધાનો થયા. ||૧||
એ પ્રમાણે અનેક પ્રકારનાં ઉત્તમ વૃત્તાંતોનાં ૨ત્નને પ્રગટ કરવા દ્વારા વિવિધ પ્રકારનાં વૃત્તાંતોનાં ભંડા૨ રૂપ આ નગરી છે. વિત્ર ધન૨સથી પૂરેલાં અન્ત૨ાલવાળી શ્રેષ્ઠ નદી પોતાના કલાવતા તરંગો રૂપી હાથ વડે પ્રિયસખીની જેમ આ જ નગ૨ીના કિલ્લાની ભીંતને દરેક ક્ષણો સર્વ અંગે આલિંગન કરે છે. ।।૧૮।।
ઘણાં જ ઉત્તમ ન૨ના૨ી રૂપી મુક્તાર્માણના જન્મ માટે શ્રેષ્ઠ છીપ સમાન વિવિધ પ્રકા૨નાં મનોહ૨ અદ્ભુત વસ્તુવાળી આ નગરી જય પામે છે. ||૧૯]]
તે વાસુપૂજ્ય સ્વામીની ર્થાત વડે તે વાસુપૂજ્ય સ્વામીની જન્મભૂમિ પંડિતો વડે સ્તુતિ કરાય છે.
એ પ્રમાણે શ્રી જિનપ્રભસૂરિ વડે આ ચંપાનો કલ્પ કહેવાયો.
૧.
આ પ્રસંગ અન્યત્ર જોવા મળતો નથી.
૨. આ તીર્થ આજે બિહારના ભાગલપુ૨ જિલ્લામાં, જિલ્લાના મુખ્યમથકથી ૬ માઇલ દૂ૨ ગંગાના કાંઠે આવેલી ચંપાનગરી તરીકે જાણીતુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org