________________
( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ) માટે હાથી ઉપર ચઢેલાં ત્યારે સંચરતા યાદ કરાયો છે. જંગલનો વિહા૨ યાદ આવવાથી હાથીએ તે જંગલ બાજુ ભાગ્યો. રાજા પોતે ત્યાંથી વૃક્ષની શાખા ઉપ૨ લટકીને ૨હ્યો. હાથી આગળ ચાલ્યો. રાજા પોતાની નગરી ત૨ફ પાછો ફર્યો. રાણી SIળી પકડવા અસમર્થ હોવાથી હાથી ઉપર બેઠેલી જંગલમાં ગઈ. ત્યાં જંગલમાં ઉતરીને અનુક્રમે પુત્રને પ્રસવ્યો. તે પુત્ર કઠંડુ નામનો રાજા થયો. કલિંગ દેશમાં પિતાની સાથે યુદ્ધ ક૨તો હતો ત્યારે પોતાની માતા સાધ્વી વડે નિષેધ કરાયો. અનુક્રમે મોટા બળધના યૌવન અને વૃદ્ધ પણાની દશાને દેખીને વૈરાગ્ય પામી પ્રત્યેક બુદ્ધ થયો અને મોક્ષમાં ગયો. lીપ||.
આ જ નગરીમાં દધિવાહન રાજાની પુત્રી ચંદનબાલા નો જન્મ થયો. જે ચંદનબાલાએ ભગવાન શ્રી મહાવીરને સૂપડાનાં ખૂણામાં ૨હેલા બાકુલાઓ વડે પારણું કરાવેલ. છ મહીનામાં પાંચ દિવસ ઓછાહતા ત્યારે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી પ્રભુનો ભગ્રહ કૌશામ્બીમાં પૂર્ણ થયો. ||૧||
આ જ નગરીમાં પ્રમ્હચંપાની સાથે શ્રીવીરપ્રભુએ ત્રણ ચૌમાસા કરેલ. IIળા.
આ જ નગરીના પરિસરમાં ૨ાજા શ્રેણિકનો પુત્ર અશોકચંદ્ર જેનું બીજું નામ કોંણક હતું. તેણે પિતાના શોકના કારણે રાજગૃહ નગરી છોડી અહીં ચંપકવૃક્ષોથી શોભતી ચંપા નગરીને નવી રાજધાની બનાવી. IIટલા
આ જ નગરીમાં પાંડવકુલનાં મંડનસમાન દાનવીરોમાં દષ્ટાંત સમાન શ્રી કર્ણરાજાએ રાજ્યલક્ષ્મીને ભોગવી. આજે પણ તે તે ઉત્તમ અવદાત સ્થાનો, શૃંગાર ચોકી વિ. આ નગરીમાં છે. |||
આ જ નગરીમાં સમ્યગ્દષ્ટિવાળાઓમાં દષ્ટાંતરૂપ સુદર્શન શ્રેષ્ઠિ ને દધિવાહન ૨ાજાની રાણી અભયા વડે સંભોગ માટે ઉપસર્ગ કરાયો. રાજાના વચન વડે વધ માટે લઈ જવાતા સુદર્શન શેઠની પોતાની અડગ શીલસંપત્તિનાં પ્રભાવથી આકર્ષિત થયેલ શાશન દેવતાના સાધ્યથી ફૂલીને સોનાનું સિંહાસન થયું અને તીક્ષ્ણ એવી તલવાર સુગંધ, મનને આનંદ આપનારી ફૂલની માળા બની ગઈ. ||૧૦||
આ જ નગરીમાં કામદેવ શેઠ થઈ ગયો. જે વી૨પ્રભુનો અગ્રણી ઉપાસક હતો. અઢા૨ કરોડ સુવર્ણનો ૨સ્વામી, દશ હજા૨ ગાયોનું એક ગોકુલ એવાં છે ગોકુલનો ૨.વામી, ભદ્રાનો પતિ હતો. પૌષધશાળા માં રહેલ તે કામદેવને મિથ્યાદષ્ટિદેવે પિશાચ હાથી, સાપનાં રૂપ કરી ઉપસર્ગ કરવા છતાં પણ ક્ષોભ ન પામ્યો. ભગવાને સમવસરણમાં તેની પ્રશંસા કરી |૧૧||
આ જ નગરીમાં વિચરતા શ્રી શય્યભવસૂરિ ચૌદપૂર્વધરે રાજગૃહીથી આવેલા મનક નામના પોતાના પુત્રને દીક્ષા આપી. ગુરુએ શ્રુતજ્ઞાનનાં ઉપયોગ વડે તેનું માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org