________________
શ્રી શમ્પાપુરી કલ્પ:
ઉ૫)
દુર્નયોનો ભંગ કરનાર એવાં અંગદેશનાં આભૂષણ સમાન અને તીર્થમાં અગ્રેસર એવા ચંપાપુરીનાં કલ્પને હું કહીશ.
આ જ નગરીમાં બા૨માં જિનેશ્વર શ્રી વાસુપૂજયસ્વામીના ત્રણે ભુવનનાં માણસોથી પૂજનીય ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ સ્વરૂપ પાંચે કલ્યાણકો થયેલા છે. ||૧|
આ જ નગરીમાં શ્રી વાસુપૂજ્ય જિનેશ્વરનાં પુત્ર મધવરાજાની પુત્રી લક્ષ્મીદેવીની કુક્ષીમાં ઉત્પન્ન થયેલી “રોહિણી નામની કન્યા આઠ પુત્રોની ઉપ૨ ઉત્પન્ન થઈ. તે કન્યાએ સ્વયંવરમાં અશોક રાજાનાં કંઠમાં વરમાળાને નાંખીને તેને પરણી અને તેની પટ્ટરાણી થઈ .
અનુક્રમે તે કન્યાને આઠ પુત્રો થયા અને ચાર પુત્રી થઈ. એક દિવસ શ્રી વાસુપૂજય સ્વામીના શિષ્ય સ્વપ્નકુંભ અને સ્વર્ણકુંભનાં મુખથી રોહીણીએ દુ:ખ ન દેખવું પડ્યું અને સુખ જ સુખ મળ્યું તેના કા૨ણ પૂર્વજન્મનાં આચરેલાં રોહિણીતપ છે એમ સાભળ્યું. ઉધાપન (ઉજમણું) વિધિપૂર્વક તે તપનો મહિમા પ્રગટ કર્યો, આરાધ્યો, અને પ૨વા૨ સૃહત મુક્તિને વરી ||શા
આ જ નગરીમાં કરકંડુ નામનો ભૂમંડલમાં ઈસમાન રાજા હતો. કાદંબરી અટવીમાં કલિપર્વતની નજદીક વર્તતાં કુંડ નામનાં સરોવર પાસે શ્રી પાર્શ્વનાથ છદ્મસ્થ અવસ્થામાં વિચરતાં હતાં ત્યારે અને વ્યંત૨નાં અનુભાવથી કલિકુંડ તીર્થ તરીકે પ્રતિષ્ઠિત કર્યું. 3
આ જ નગરીમાં સુભદ્રા મહાસતીએ પત્થરમય વિટ કપાટના સંપુટથી ઢંકાયેલાં ત્રણે દ૨વજાને શીલ મહામ્યથી કાચા સૂત૨નાં દોરાથી વીંટળાયેલી ચારણીને કુઆમાંથી ખેંચીને તેના વડે સીંચીને પ્રભાવપૂર્વક ઉઘાડ્યા. અને એક ચોથો દ૨વાજે મારા જેવી બીજી કોઈ સુચત્રિવાળી થશે તે ઉઘાડશે, એ પ્રમાણે કહને ૨ાજદિ જનસમક્ષ તે જ રીતે બંધ ૨હેવા દીધો. તે દ૨વાજો તે દિવસથી આરંભીને લાંબા સમય સુધી બંધ અવસ્થામાં જનતા વડે દેખાય છે.
અનુક્રમે વિ.સં. ૧૩૬0 વર્ષ વ્યતીત થયે છતે લક્ષણાવતી નગરીનો હમ્મીર શ્રી સુ૨ત્રાણ સમસદીને શંકરપુરનાં દુર્ગ માટે જરૂરી પત્થરને ગ્રહણ કરવા માટે તે દ૨વાજે પાડીને કપાટ સંપટ ને ગ્રહણ કર્યુ. ||૪||. - આ જ નગરીમાં દધિવાહન રાજા રાણી પદ્માવતીની સાથે દોહદને પૂર્ણ કરવા ૧. શહિણીની કથા દિગંબર ગ્રંથોમાં પણ થોડા ફેરફાર સાથે આવે છે. બૃહત્કથાકોશ પ૭/૨૦-૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org