________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
૧૧૫
માટે હાથમાં તલવા૨ લઈ બીજાનાં દુ:ખથી દુ:ખત થયેલે હ્રદયવાળો તે ૨ાજા ઘરેથી નીકળ્યો.
વચ્ચે ૨ાજાને શુદ્રકે જોયો. વિનયપૂર્વક નમ્યો. અડધી રાત્રમાં નીકળવાનું કા૨ણ પૂછ્યું. ૨ાજા બોલ્યો : ‘આ નગરની બહા૨ પાદ૨માંથી આવતો કરૂણ ક્રંદનો અવાજ સંભળાય છે. કાનમાં જે કરૂણ અવાજ સંભળાય છે તે કા૨ણથી પ્રવૃત્તિને (માહિતી) જાણવા જઈ રહ્યો છું.' ત્યારે શુદ્ધકે કહ્યું : ‘આપ પાછા પધા૨ી મહેલ ને અલંકૃત કરો. હું જ તે પ્રવૃત્તિને શોધી લાવીશ.' એ પ્રમાણે કહીને ૨ાજાને પાછો વાળી પોતે રડતાં અવાજનાં અનુસારે નગ૨ની બહા૨ જવા માટે ૨વાના થયો. આગળ જતાં કાન માંડીને સાંભળે છે તો ગોદાવ૨ી નાં પ્રવાહમાં કોઈક ડતું સંભળાયું. તેથી કેડ બાંધી નદીમાં ત૨તો ત૨તો શુદ્રક જ્યાં સરોવ૨ની મધ્યે જાય છે. ત્યાં પાણીનાં પૂ૨માં વહેતો અને રડતો એવો એક માણસ જોયો. તેને પૂછ્યું કે : ‘તું કોણ છે ? શા માટે ૨ડે છે ?' એ પ્રમાણે કહેતા તે ઘણો જ ૨ડવા લાગ્યો. ઘણાં આગ્રહ કરી ફરીથી પૂછ્યું ત્યારે તેણે કહ્યું : 'હે સાહસિક શિરોર્માણ ! મને અહીંથી કાઢીને રાજા પાસે લઈ જા. જેથી ત્યાં હું માચે વૃત્તાંત કહીશ.'
એ પ્રમાણે કહ્યુ છતે શુદ્રકે તેને ઉપાડવા માટે જાય છે. ત્યારે તે ઉપડતો નથી. તેથી નીચે કોઈ માછલા વડે ધા૨ણ ક૨ાયેલો તો નથી ને ? એ શંકાથી જલ્દી થી શુદ્રકે નીચે તલવા૨ ફેરવી.
ત્યારે ઉદ્ધા૨ ક૨વા માટે જતાં શુદ્રકનાં હાથમાં માત્ર તેનું મસ્તક આવી ચઢ્યું. લોહીનાં ધા૨થી ઝ૨તાં મસ્તકને દેખીને શુદ્ધક ઘણો જ વિષાદ પામ્યો. અને વિચાર કરે છે : 'નિશસ્ત્ર અને નિર્દોષને હણવાવાળાં એવા મને ધિક્કા૨.હો ! શ૨ણે આવેલાંનો મેં ઘાત કર્યો !' એ પ્રમાણે આત્માને નિંદતો વજ્રથી હણાયો હોય તેમ ક્ષણમાત્ર માં મૂર્છિત થઈ ગયો. ત્યા૨ પછી વિચા૨ ક૨વા લાગ્યો. 'હું કેવી રીતે પોતાનાં ખરાબ કાર્યોનુ ૨ાજા પાસે નિવેદન કરીશ ?' એ પ્રમાણે જ્જિત મનવાળો ત્યાં જ ચિતાને લાકડા વડે ૨ચે છે. ત્યાં અગ્નિ પ્રગટાવીને તે મસ્તક ને સાથે લઈને જ્યાં ઉંચી જ્વાલામાં પ્રવેશ ક૨વા જાય છે. તેટલામાં મસ્તકે કહ્યું : 'હે મહાપુરુષ ! શા માટે આપ આમ કરો છો. હું તો હંમેશા રાહુની જેમ મસ્તક માત્ર જ છું. તેથી ફોગટ વિષાદ ક૨ હિ ! ખુશ થા ! મને ૨ાજા પાસે લઈ જા!' એ પ્રમાણે તેનાં વચનને સાંભળીને આશ્ચર્યચકિત બન્યો. આ પ્રાણવાળો છે અને જીવે છે. એથી ખુશ થઈને શુદ્રકે તે મસ્તકને કપડામાં વીંટી લીધું. સવા૨માં સાતવાહનની પાસે ગયો. રાજાએ પૂછ્યું 'હે શુદ્રક ! આ શું ?' તે પણ બોલ્યો : 'હે દેવ ! જેનો કરૂણ અવાજ રાત્રિમાં આપનાં વડે સંભળાયો તે આ હતો !' એ પ્રમાણે કહીને પૂર્વે કહેલું તેનું સકલ વૃત્તાંત કહ્યું ! ફ૨ીથી ૨ાજાએ તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org