________________
શ્રી “પ્રતિષ્ઠાનપુર'' કલ્પઃ
શ્રી સુવ્રર્તાજનેશ્વરને નમસ્કા૨ ક૨ીને પૃથ્વી પર પ્રતિષ્ઠાને પ્રાપ્ત થયેલાં પ્રતિષ્ઠાનપુર કલ્પને જેવી રીતે સાંભળ્યો. તેવી રીતે કહીશ.
આ ભારત દેશનાં દક્ષિણખંડનાં મહારાષ્ટ્રદેશમાં અલંકા૨ સમાન શ્રી પ્રતિષ્ઠાન નામનું નગ૨ છે. પોતાની વિભૂતિ વડે ઇન્દ્રપુ૨ીને પર્રાજત કરવાવાળું પણ તે નગ૨ કાલાન્તરે નાના ગામડા જેવું થઈ ગયું તે નગરમાં એક વખત બે વિદેશી બ્રાહ્મણો આવીને પોતાની વિધવા બેનની સાથે કોઈક કુંભારની શાળામાં રહ્યા. દાણા ભેગાં કરીને દાણાઓ પોતાની બેનને આપતાં. તે દાણા વડે કરેલી ૨સોઈથી સમયને ૫સા૨ ક૨તા હતા.
(33)
એક વખત તે બે બ્રાહ્મણોની બેન પાણી લેવા માટે ગોદાવરી નદીએ ગઇ, તેનાં અપ્રતિમરૂપને દેખીને કામમાં પરવશ થયેલો સરોવ૨ની અંદ૨ ૨હેતો શેષ નામનો નાગ૨ાજ સરોવ૨થી નીકળ્યો. મનુષ્યનું શરી૨ બનાવી તે નાગરાજે તેણીની સાથે બલાત્કા૨ થી સંભોગક્રીડા કરી. ભવિતવ્યતાનાં યોગે તેનું શ૨ી૨ સાતધાતુ હિત હોવા છતાં પણ તેની દિવ્ય ક્તિ વડે શુક્ર પુદ્ગલનાં સંચારથી તે બેનને ગર્ભને ધા૨ણ કરવાવાળી થઈ. પોતાનું નામ બતાવી દુ:ખ સંકટમાં મને યાદ કરજે એ પ્રમાણે કહીને નાગરાજ પાતાલ લોકમાં ગયો. તે બેન પોતાનાં ઘ૨ ત૨ફ ગઈ. લજ્જાથી પીડાતી તે બેને પોતાનો વૃત્તાંત પોતાનાં ભાઈઓને નિવેદન કર્યાં. કાળક્રમે બંને ભાઈઓએ ગર્ભનાં ચિન્હોને જોઈને તેને ગર્ભ ઉત્પન્ન થયો છે. એ પ્રમાણે જાણ્યું.
મોટાભાઈનાં મનમાં શંકા થઈ કે આ ખરેખ૨ નાના ભાઈ સાથે ભોગવાઈ લાગે છે. કેમકે શંકા ક૨વા યોગ્ય બીજો કોઈ છે નહિં. નાના ભાઈનાં મનમાં સંકલ્પ થયો કે આ ખરેખર મોટાભાઈ દ્વારા શીલ ભંગ કરાઇ લાગે છે. એ પ્રમાણે ૫૨૨૫૨ કર્ણપત આશયવાળા તે બેનને એકલી છોડીને અલગ અલગ દેશ ત૨ફ બંને ભાઈ ચાલ્યા ગયા. તે બેન પણ વધતાં ગર્ભવાળી બીજા ઘોમાં કાર્યોને કરતી આવિકાને ચલાવે છે. અનુક્રમે ગર્ભકાળ પૂર્ણ થયે છતે સર્વ લક્ષણોથી યુક્ત અંગવાળા પુત્રને પ્રસવ્યો. તે પુત્ર અનુક્રમે શ૨ી૨ અને ગુણવડે વૃદ્ધિ પામતો પોતાનાં સરખા વયવાળા બાળકોની સાથે ક્રીડા કરતો. તેમાં પોતે રાજા થઈને તે બાળકોને કૃત્રિમ વાહન, હાથી, ઘોડા ાદિનું દાન કરતો ‘સન્’ધાતુ દાન અર્થવાળો હોવાથી લોકો વડે સાતવાહન એ પ્રમાણે નામ અપાયું. પોતાની માતાવડે પાલન કરાતો સુખેથી રહે છે.
આ બાજુ ઉજ્જૈનીમાં અર્વાìર્પત શ્રી વિક્રમાદિત્યની સભામાં કોઈક નૈમેત્તિકે એ પ્રમાણે ભાખ્યું કે પ્રતિષ્ઠાનપુરનો સાતવાહન ભાવિ રાજા થશે. હવે આ જ નગરીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org