________________
શ્રી નાસિક્યપુર કલ્પઃ
(૨૮)
ભવનાં ભયને નાશ કરવાવાળાં એવાં શ્રી ચંદ્રપ્રભસ્વામીને વંદન કરીને કલિકાળના પાપમળનાં સમૂહને નાશ કરનારા એવાં નાસિકયપુરનાં કલ્પને હું કહીશ.
ર્નાસકપુ૨ તીર્થની ઉત્પત્તિને બ્રાહ્મણાદિ પરતીર્થીકો એ પ્રમાણે વર્ણન કરે છે કે પહેલાં ખરેખર નારદ ઋષિવડે એક દિવસ ભગવાન કમલાસન (બ્રહ્મા) ને પૂછ્યું : ‘પુણ્યભૂમિનું સ્થાન ક્યાં ?' બ્રહ્માએ કહ્યું : ‘જ્યાં આગળ મારું આ કમળ પડે તે પવિત્ર સ્થાન જાણવું.'
એક દિવસ બ્રહ્મા વડે તે કમળ મૂકાયું તે કમળ અરૂણા-વરૂણા-ગંગા મહાનદીઓથી શોભિત અને ઘણાં પ્રકા૨ની વનસ્પતિઓથી મનોહ૨ દેવભૂમિ સ૨ખાં મહારાષ્ટ્રદેશની ભૂમિ ૫૨ પડ્યું. ત્યાં આગળ બ્રહ્મા વડે પદ્મપુર નગર વસાવ્યું. ત્યાં કૃતયુગમા બ્રહ્મવડે યજ્ઞ આરંભ કરાયો. સર્વે દેવો મળ્યા. અસુરો ને બોલાવવા છતાં પણ દેવોનાં ભયથી આવ્યા ર્નાર્હ. અસુરો કહે છે : ‘જો ભગવાન ચંદ્રપ્રભસ્વામી વચ્ચે આવે તો અમને વિશ્વાસ પડે અને ત્યાં આવીયે. તેથી ચમકૃત ચિત્તવાળો બ્રહ્મા જ્યાં આગળ ચંદ્રપ્રભ સ્વામી વિચરે છે. ત્યાં જઈને નમસ્કા૨ ક૨ીને અંજલિ જોડી વિનંતી કરે છે : 'હે ભગવન્ ! આપ ત્યાં પધા૨ો કે જેથી મારું કાર્ય સિદ્ધ થાય.' ચંદ્રપ્રભ સ્વામી એ કહ્યું : ‘મારા પ્રતિબિંબ વડે તારું કાર્ય સિદ્ધ થઈ જશે.' તેથી બ્રહ્માજી ચન્દ્રકાન્ત મણિમય બિંબને સૌધર્મેન્દ્ર પાસેથી ગ્રહણ કરીને ત્યાં લાવ્યાં. દાનવો આવ્યા.
યજ્ઞ મહોત્સવ પ્રારંભ કર્યો અને તે સિદ્ધ થયો. ત્યાં પ્રજાપતિ બ્રહ્માએ ‘શ્રી ચંદ્રપ્રભ વિહાર’ કરાવ્યો. નગરનાં દ્વાર ઉ૫૨ શ્રીસુંદરદેવને નગ૨ ૨ક્ષણ માટે સ્થાપન કર્યો.
એ પ્રમાણે કૃતયુગમાં 'પદ્મપુત્ર' એ પ્રમાણે તીર્થ પ્રસિદ્ધ થયું.
ત્રેતાયુગમાં દાશ૨થી (દશથનાં પુત્ર) રામ-સીતા-લક્ષ્મણની સાથે પિતાની આજ્ઞાથી વનવાસમાં ગયા. ત્યારે ગૌતમ ગંગા કાંઠે પંચવારિકાશ્રમમાં લાંબાકાળસુધી વનનાં ફળનાં આહા૨ ક૨તાં રહ્યા હતા.
એ દર્શમયાન રાવણની બહેન સૂર્પણખા ત્યાં આવી. ૨ામને દેખીને ૨ાગ વશ બનીને પ્રાર્થના ક૨વા લાગી. ૨ામે ના કહી તેથી લક્ષ્મણ પાસે ગઈ. લક્ષ્મણે તેની નાસિકા છેદી. તેથી તે સ્થળે નાસિકપુર થયું. અનુક્રમે સીતાનું ૨ાવણે હ૨ણ કર્યું. ૨ામની સાથે યુદ્ધમાં રાવણ મરાયો. બીભીષણને લંકાનું રાજ્ય અપાયું.
ત્યા૨૫છી પોતાની નગરી તરફ પાછા ફરતાં ૨ામે ચંદ્રપ્રભસ્વામીનાં ચૈત્યનો ઉદ્ધા૨
કાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org