________________
શ્રી શંખપુર પાર્શ્વકલ્પ:
વર્ષો પહેલાં નવમા પ્રતિવાસુદેવ જરાસંઘ રાજગૃહી નગ૨થી સમગ્ર સૈન્યનાં સમૂહની સાથે નવમા વાસુદેવ કૃષ્ણ સાથે યુદ્ધ માટે પશ્ચિમ દિશા તરફ ચાલ્યો. કૃષ્ણ પણ સમગ્ર સૈન્ય તથા સામગ્રી સાથે દ્વારિકાથી નીકળી તેની સામે દેશની સીમા ઉ૫૨ ગયો.
(૨૦
ત્યાં ભગવાન નેમિનાથે પંચજન્ય શંખ ફૂંક્યો.
ત્યાં શંખેશ્વર નામનું નગ૨ સ્થાપન કરાયું. તે શંખના નાદથી ભિત થયેલાં જ૨ાસંઘે જરા નામની કુલદેવીને આ૨ાધીને કૃષ્ણનાં સૈન્ય ઉ૫૨ જ૨ા વિકુર્તી, તેથી ખાંસી-શ્વાસ આદિ રોગો વડે પીડાતાં પોતાનાં સૈન્યને જોઇને વ્યાકુલ ચિત્તવાળા કૃષ્ણે ભગવાન અરિષ્ટનેમિસ્વામીને પૂછ્યું : 'હે ભગવન ! કેવી રીતે મારું સૈન્ય નિરુપદ્રવી થશે ? કેવી રીતે મને વિજયલક્ષ્મી હાથ લાગશે.' ત્યારે ભગવાને અર્વાધજ્ઞાન વડે જાણીને કહ્યું કે ‘પાતાળમાં નાગદેવતાઓ વડે પૂજાતી એવી ભાવિ રહંત શ્રી પાર્શ્વનાથની પ્રતિમા રહેલી છે. તે પ્રતિમાને પોતાનાં દેવપૂજાનાં અવસરે તારા વડે પૂજાશે તો તા સૈન્ય નિરુપદ્રવી થશે. અને વિજયલક્ષ્મી મળશે.' તે સાંભળીને કૃષ્ણે સાતમાસને ત્રણ દિવસ, (મતાંતરે માત્ર ત્રણ દિવસ) આહા૨-હિત ઉપવાસપૂર્વક વિધિ વડે આ૨ાધીને નાગદેવતાની આરાધના કરી. અનુક્રમે વાસુકી નાગ૨ાજ પ્રત્યક્ષ થયો. ત્યા૨૫છી ભક્ત-બહુમાન-પૂર્વક તે પ્રતિમાને માંગી. નાગરાજે અર્પણ કરી.
Jain Education International
ત્યા૨૫છી મહોત્સવ પૂર્વક લાવીને પોતાની દેવ પૂજામાં (પોતે પૂજા કરતી વખતે તેને પણ પૂજે છે) સ્થાપન કરી. અને ત્રણે કાળ વિધિપૂર્વક પૂજા ક૨વા લાગ્યો. ત્યા૨ પછી તે પ્રતિમાનાં સ્નાનનાં પાણી (નમણ) વડે સકલ સૈન્યને સિંચન કર્યુ. જરા, રોગ, શોક આદિ વિઘ્ન દૂર થયો. કૃષ્ણનું સૈન્ય સમર્થ બન્યું. અનુક્રમે જરાસંઘ પજિત થયો. લોહાસુર, ગદાસુર, બાણાસુર આદિ જિતાયા. તે દિવસથી ધરણેન્દ્ર, પદ્માવતીનાં સાનિધ્યથી તે પ્રતિમા સવિઘ્નને દૂ૨ ક૨ના૨ી, સકલ ર્કાને ઉત્પન્ન ક૨ના૨ી થઈ. તે જ શંખપુરમાં પ્રતિમા સ્થાપન કરી. અમુક સમય પછી તે પ્રતિમા ગુપ્ત થઇ ગઈ. અનુક્રમે શંખ કૂવામાંથી પ્રગટ થઈ. આજ પણ તે પ્રતિમા ચૈત્યઘ૨માં સકલસંઘ વડે પૂજાય છે. અનેક પ્રકા૨નાં ૫૨ચા ને ચમત્કા૨ પૂરે છે. તુર્ક રાજાઓ
For Private & Personal Use Only
www.jainelibrary.org