________________
શ્રી કાંપિયપુરતીર્થ કલ્પઃ
(૨૫)
ગંગાના કાંઠે ૨હેલા શ્રી વિમલજનેશ્વરનાં ચૈત્યની મનોહર લક્ષમીવાળા કાંપિલ્યપુર નામનાં કલ્પને હું સંક્ષેપમાં કહું છું. ||૧||
આજ જંબુદ્વીપનાં દક્ષિણ ભરતખંડની પૂર્વ દિશામાં પંચાલ નામનો દેશ છે. ત્યાં કાંપિલ્યપુર નગ૨ છે. ગંગા નામની મોટી નદીનાં તરંગો ત્યાંના કિલ્લાની ભીંતને પખાળે છે.
ત્યાં આગળ ઈક્વાકુવંશના દીપક રામાન કૃતવર્મ નામનાં રાજાનો પુત્ર સોમાદેવીની કુક્ષી રૂપી છીપમાં મુક્તાફળ સમાન, વરાહ લંછન વાળા, જાત્યસુવર્ણ વર્ણવાળા શ્રી વિમલનામનાં તેરમાં તીર્થકર ઉત્પન્ન થયાં.
ત્યાં તે જ તીર્થકર ભગવાનનાં ચ્યવન, જન્મ રાજ્યાભિષેક, દીક્ષા, કેવલજ્ઞા નાદ પાંચ કલ્યાણકો થયા. એથી કરીને તેજ પ્રદેશનું પંચકલ્યાણક એ પ્રમાણે નામ પ્રસિદ્ધ થયું. જ્યાં આગળ તે ભગવાનનાં લંછન સૂવ્વ૨ત દેવો વડે મંહમાં કરાયો એટલે તે ક્ષેત્ર સૂઅર ક્ષેત્ર તરીકે પ્રસ્સિદ્ધને પામ્યું.
તે જ નગ૨માં દશમો ચક્રવર્તી હરપેણ નામનો થયો તથા બ્રહ્મદત્ત નામનો બારમો ચક્રી ત્યાંજ ઉત્પન્ન થયો.
તથા વીર જિનેશ્વ૨નાં નિર્વાણ પછી ૨૨૦ વર્ષે મિથિલા નગરીમાં લક્ષ્મીઘર ચૈત્યમાં મહાગિરિ આચાર્યનો કોડિન્ય નામનો શિષ્ય થયો. તે કૌડિન્યનો અસ્વમિત્ર નામનો શિષ્ય અનુપ્રવાહ નામનાં પૂર્વમાં નેíણય વ૨તુનાં છિન્ન-છેદનકનું વર્ણન કરવાવાળા આલાવાની પ્રરૂપણા કરતો મિથ્યાત્વના ઉદયથી વિપરિણામ પામી ચોથો નિષ્ઠવ થયો. ૨૧મુચ્છેદિક ઈષ્ટની પ્રરૂપણા ક૨તા આ કાંપલ્યપુ૨માં આવ્યો. ત્યાં આગળ ખંડક્ષ નામનાં શ્રમણો પાસકો હતાં તેઓ શુલ્કપાલો જકાત વગેરે કર લેનારા હતા. તેઓએ ભયથી યુકત વડે નિ~વ ને પ્રતિબોધિત કર્યો.
અહીં સંજય નામનો રાજા હતો. તે શિકાર માટે કેશર નામના ઉધાનમાં ગયો. ત્યાં હ૨ણ નો શિકાર કર્યો. ત્યાં આગળ જતાં ગર્દભાલિ નામનાં અણગા૨ને જોઈ સંવેગ પામ્યો. દીક્ષા લઈ સુગંતિમાં ગયો.
આ જ નગ૨માં ગાગલી નામનો કુમા૨ પૃષ્ઠચંપાધિપતિ સાલ-મહાસાલ ૨ાજાનો ભાણેજ અને પિઢ૨-ચશોમતિનો પુત્ર હતો. તે ગાર્નાલને મામાએ આ નગરથી બોલાવીને પૃષ્ઠચંપાના રાજ્યમાં અભિષેક કર્યો. તે મામાઓએ ગૌતમસ્વામી પાસે દીક્ષા લીધી અનુક્રમે ગાર્નાલિ પણ માતા પિતાની સાથે ગૌતમસ્વામી પાસે જિનેશ્વ૨ની દીક્ષાને સ્વિકારી સિદ્ધ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org