________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
તે કુંભકા૨નો પુત્ર દ૨૨ોજ તે પ્રમાણે ક૨વા લાગ્યો.
અને પિતાને સોનું આપવા લાગ્યો. પરંતુ તેના રહસ્યને કહેતો નથી. એક દિવસ ઘણો આગ્રહ કરીને પિતાએ પૂછ્યું ત્યારે ભયથી તેને સાચે સાચી હકીકત કહી દીધી. તેથી સ્મિત અને આશ્ચર્ય સાથે પિતાએ કહ્યું : ‘૨ે મૂર્ખ ! ચા૨ અંગુલ માત્ર કેમ છેદે છે ? ઘણું છેદવાથી ઘણું સોનું થશે.' તેણે કહ્યું : ‘હે તાત ! આનાથી વધારે છેવા માટે હું ઉત્સાહિત નથી. કા૨ણ કે એમ કરતાં ૫૨મિત્રના દેવતાઇ વચનનોના ઉલ્લંઘન ક૨વાનો પ્રસંગ આવે છે. હવે લોભના સંક્ષોભથી આકુલિત થયેલા મન વાળા પિતા પણ તે પુત્ર ક્રીડા માટે તે ચૈત્યમાં ગયા. પછી ગુપ્ત રીતે તેની પાછળ ગયા. જ્યારે ક્રીડા ક૨ીને પૃથ્વી પીઠ ઉપ૨ આળોટી ને તે નાગકુમા૨ સાપ બન્યો, ત્યારે કુંભકા૨ે બિલમાં પ્રવેશ કરતાં તેના અડધા શરી૨ને કુહાડી વડે છેદી નાખ્યું. તેથી ક્રોધના આ૨ોપથી નાગકુમા૨ દેવે કહ્યું : 'રે ઉપષ્ઠ ! તેં રહસ્યભેદને કર્યો છે. એ પ્રમાણે ઘણો જ થુત્કારી થત્કા૨ી ને તે નાગકુમા૨ે પુત્રને અને પિતાને દાઢના સંપ્રટ વડે દંશીને મારી નાંખ્યા. રોષના પ્રકર્ષથી સંપૂર્ણ કુંભારના કુળને કાળનો કોળિયો કર્યો. (એટલે કે કુલનો નાશ કરી નાંખ્યો).
તે દિવસથી માંડી કુંભા૨ તિના માણસો આ નગ૨માં ક્યારે પણ વસતા નથી. ઘડા વિ. પણ બીજા સ્થાનથી માણસો લાવે છે. તેથી ત્યાં આગળ નાગમૂર્તિથી રિવરેલી ધર્મનાથની પ્રતિમા આજે પણ સમ્યગદ્રષ્ટિ વાળા યાત્રિકજનો દ્વા૨ા અનેક પ્રકારે પ્રભાવપૂર્વક પૂજાય છે.
આજે પણ અન્યધર્મીઓ ‘ધર્મરાજ' એ પ્રમાણે કહીને વર્ષાઋતુમાં ક્યારેક વાદળા હિ વસતે છતે હજારો દૂધના ઘડા વડે ભગવાનનો અભિષેક કરે છે. ત્યારે તે જ ક્ષણે વિશિષ્ટ મેઘષ્ટિ થાય છે.
કંદર્પા નામની શાસનદેવી અને કિંન૨ નામનો શાસનયક્ષ શ્રી ધર્મનાથના ચરણકમલની સેવા ક૨વામાં ભ્રમ૨ સમાન છે. તે માણસોના અનર્થોનો નાશ અને અર્થની પ્રાપ્તિ અહીં કરાવે છે.
એ પ્રમાણે જિનપ્રભસૂરિ વડે જેવી રીતે સાંભળ્યો (શ્રુતજ્ઞાન પ્રમાણે) તેવી રીતે ૨ત્નપુ૨ નામનો ૨ભવાહ નામનો કલ્પ કરાયો.
૧.
૬૫
ઈતિ ધર્મનાથ જન્મભૂíમ રત્નપુ૨ કલ્પ સમાપ્ત ||
ઉત્ત૨પ્રદેશના ફૈજાબાદ-બારાબંકી રેલમાર્ગ ઉ૫૨ સોહાવલ સ્ટેશનથી બે કી.મી. દૂ૨ સરયૂ નદીના કાંઠે આવેલ રોનાહી ગામ 'રત્નવાહ' હોવાનું મનાય છે. શ્રી જયસાગ૨જીએ (૧૭ મી સદી) અહીં એક જિનાલયમાં ૩ પ્રતિમા અને એકમાં ચરણપાદુકા હોવાનું જણાવ્યું છે. શ્રી સૌભાગ્યર્થાવજયજીએ (૧૭ મી સદી) પણ આ તીર્થનો ઉલ્લેખ કર્યો છે. (પ્રાચીનતીર્થમાલા પૃ.૩૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org