________________
શ્રી મિથિલા તીર્થ :
દેવો વડે નમસ્કાર કરાયેલા શ્રી મલ્લિનાથ-નમિનાથ જિનેશ્વો ના ચરણકમલને નમસ્કાર કરીને મિથિલા મહાનગરીના કલ્પને લેશ માત્રથી કહીશ. ||૧||
આજ ભ૨તક્ષેત્ર ના પૂર્વ દેશના વિદેહ નામનો દેશ છે. જે અત્યા૨ના વર્તમાન કાળમાં તીરહુત દેશ એ પ્રમાણે કહેવાય છે. જ્યાં આગળ પ્રત્યેક ઘ૨માં મધુ૨, મંજુલા ફળના ભા૨થી નમેલા કેળના વનો દેખાય છે. મુસાફરો = વટેમાર્ગ પણ સુગંધી દ્રવ્યોથી વડો અને દૂધથી તૈયા૨ થયેલી ર્ચાિવડક વાનગી અને ખીરને ખાય છે. ડગલે ને પગલે મધુર પાણીવાળી વાવડી, કૂવા તલાવ અને નદીઓ છે. સામાન્ય માણસો પણ સંસ્કૃતિ ભાષાને બોલવામાં વિશારદે હોંશિયા૨ અનેક પ્રકા૨ના પ્રશસ્ત શાસ્ત્રોમાં નિપુણ હોય છે.
ત્યાં આગળ રિદ્ધિ થી સમૃદ્ધ એવી સમૃદ્ધિવાળી મિથિલા નામની નગરી હતી. અત્યારે જગઈ નામ થી પ્રસિદ્ધ છે. આ નગરીની નજીક જનક મહારાજા ના ભાઈ કનકનું નિવાસસ્થાન કનકપુર છે.
અહીં મિથિલા નગરીમાં કુંભરાજા અને પ્રભાવતી શાણીથી ઉત્પન્ન થયેલા સ્ત્રી તીર્થકર ભગવાન મલ્લિનાથનાં અને વિજયરાજા-વપ્રાદેવીના પુત્ર નમિ જિનેશ્વરનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન આદિ કલ્યાણકો થયેલા છે.
અહીં શ્રી વીર ભગવાનના આઠમાં ગણધર અકંપિત નો જન્મ થયેલો.
અહીં આગળ યુગબાહુ -મદન રેખાનો પુત્ર નમી નામનો મહારાજા બંગડીના અવાજની ઘટનાદી પ્રત્યેક બુદ્ધ થયા. સૌધર્મેન્દ્ર વડે પરીક્ષા કરી એમના વૈરાગ્યનો નિશ્ચય કરાયો.
અહીં શ્રી વીર નિવાર્ણથી ૨૨૦ વર્ષ વીત્યે લક્ષ્મીધર ચૈત્યમાં આર્ય મહાગિરિના શિષ્ય કૌડિન્ય ગૌત્રવાળા, અશ્લમિટે છતે અનુવાદ પૂર્વમાં નિપુણક નામની વસ્તુને ભણતાં ભણતાં પરિણામ હીન બની સામુરચ્છેદિક દષ્ટિ ને પ્રવર્તાવી. પ્રાવર્ચાનક જૈન શાસનના ૨થવીરો વડે અનેકાંતવાદની યુકત વડે નિવારવાં છતાં તે ચોથો નિષ્ઠવ થયો.
૧. અત્યા૨ના બિહા૨નો ઉત્તર ભાગ પ્રાચીનકાળમાં વિદેહ જનપદ અંતર્ગત હતો. ગુપ્તકાળથી એનું નામ :
“તીરભુક્તિ' (એટલે કે નદી-કાંઠાવાળો પ્રદેશ) પ્રસિદ્ધ થયું. આજે પણ આ પ્રદેશ તિરહુત તરીકે
પ્રસિદ્ધ છે. ૨. આવશ્યકચૂર્ણિ (ભા.૧ પત્ર ૪૨૨) પ્રમાણે આર્યમહાગરિના શિષ્ય કૌડિન્ય અને તેમના શિષ્ય.
અશ્ર્વમત્ર ચોથા નિષ્ઠવ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org