________________
( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
(૫૯) સુલતાનના નાના ભાઈએ દિલ્લીથી ગુજરાત ત૨ફ પ્રયાણ કર્યું. ચિત્રકૂટના અધિપતિ સમરસિંહે દંડ આપીને મેવાડ દેશનું ત્યારે રક્ષણ કર્યું. ત્યાર પછી હમીર યુવરાજ વાગડ દેશના મુહડા વગેરે સેંકડો નગશેને ભાંગીને આસાપલ્લી (અસારા-કર્ણાવતી) પહોંચ્યો. કર્ણદેવ રાજા ભાગી ગયો. સોમનાથની મૂર્તિને ઘણના ઘા દ્વારા ભાંગીને ગાડામાં આરોપણ કર્યા અને દિલ્લીમાં પ્રવેશ કરાવ્યો.
ફરીથી વામનસ્થલી (વંથાળી)માં જઈ મંડલિકરાજાને દંડિત કરી સોરઠમાં પોતાની આણ પ્રવર્તાવી, આશાપલ્લીમાં ૨હ્યો. મઢ-મંદિ૨ દેવ વગેરે બાળે છે. અનુક્રમે રાપ્તશત દેશમાં ગયો. ત્યાંથી સત્યપુરમાં આવ્યો ત્યારે તેવી રીતે તેવા જ પ્રકા૨ના ખollહત તબક્ક = વર્ધાજંત્રો, વાગવા લાગ્યા. લેચ્છોનું સૈન્ય ભાગી ગયું. એ પ્રમાણે અનેક પ્રકા૨ના સ્વચ્છ કાર્યો પૃથ્વી મંડલ પ્રકા૨ થયેલા = પ્રસ્સિદ્ધ સત્યપુરના શ્રી વીરપ્રભુના ચમત્કારો, સુંદ૨ ઘટનાઓ સંભળાય છે.
હવે ભવિતવ્યતાને ઓળંઘી શકાતી ન હોવાથી અને દુષમકાલના વિલાસથી દેવો કીડા પ્રિય હોય છે. જિનભવનમાં ગાયનું માંસ, લોહી છાંટવાથી દેવતાઓ દૂર થાય
મા
અધિષ્ઠાયક બ્રહાશાંત યક્ષે સાંનિધ્ય ન ક૨વાના કારણે અથવા પ્રમાદમાં પડવાના કારણે અલ્લાઉદ્દીન રાજાએ અનલ્પ મહામ્યવાળી ભગવાન મહાવીરસ્વામીની મૂર્તિને વક્રમવર્ષ૧ ૧૩૬૭ માં દિલ્લી લઈ ગયો. આશાતના કરી. અનુક્રમે ફરીથી બીજી પ્રતિમા પ્રગટ પ્રભાવશાળી અને પૂજાને યોગ્ય થશે.
હે ભવ્યજનો શ્રી જિનપ્રભસૂરિ વડે કરાયેલા અÍણત મંહમાવાળો આ અત્યપુર કલ્પ દ૨રોજ વાંચવો જોઈએ. જે વાંછિત ફળની સિદ્ધિ માટે થાય છે.
| શ્રી સત્યપુ૨ કલ્પ સમાપ્ત ||
૧ વિ.સં. ૧૩૬૭ સુધી આ તીર્થ જાહોજલાલીની ટોચ ઉપ૨ હતું. અહીંથી વિ.સં. ૧૨૨૫. વિ.સં. ૧૨૪૨,
વિ.સં. ૧૨૭૭ અને વિ.સં. ૧૩૨૨ ના શિલાલેખો આદિ મળ્યા છે. (જૈન લેખસંગ્રહ લેખાંક ૯૩૨, જૈનતીર્થ સર્વસંગ્રહ પૃ.30પ વગેરે) મૂળરાજ પ્રથમનું વિ.સં. ૧૦૫૨ એક દાનપત્ર મળે છે. તેમાં સત્યપુરનો ઉલ્લેખ છે. (ઈપિંગ્રાફયા ઈડિકા ભા.૧૦ પૃ.૭૮) વિ.સં. ૧૨૮૮ આસપાસ વસ્તુપાળે ગિ૨ના૨ તીર્થ ઉપ૨ 'સત્યપુરીયાવતા૨' નામનું જિનાલય બનાવ્યું હતું. (સુકૃતતિકોન્યિાદ્રિ વસ્તુપાત્ર પ્રાપ્તિ સંપ્રદ્ પૃ.૪૪-૪૮)
રાજસ્થાનના જાલોર જિલ્લામાં આવેલું સાંચોર તે જ પ્રાચીન સત્યપુ૨ છે. આજે પણ ભવ્ય છ જિનાલયોથી સાંચો૨ ૨ળયામણું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org