________________
હસ્તિનાપુર ૬૫:૧
ગજપુરમાં રહેલાં શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મંલ્લિનાથ સ્વામીને નમસ્કાર કરીને હસ્તનાપુર તીર્થના કલ્પને સંક્ષેપથી કહું છું.
શ્રી આદિ તીર્થક૨ના ભરતેશ્વ૨ અને બાહર્બલ નામના બે પુત્રો હતા. ભરતના અઠ્ઠાણું" ભાઈઓ હતા. દીક્ષા ૨સ્વીકારતી વેળાએ ભગવાને ભરતને પોતાના પદે સ્થાપ્યો. બાહુબલિ ને તક્ષશિલા આપી. એ પ્રમાણે બાકીના પુત્રોને તે તે દેશના રાજ્યો આપ્યા. અંગકુમાર નામથી અંગદેશ ઉત્પન્ન થયો. કુરૂ નામના રાજકુમા૨થી કુરૂક્ષેત્ર પ્રસિદ્ધ થયું. વંગ-કલિંગ-સૂરસેન, અર્થાત આંદ એ પ્રમાણે નામો રાજકુમા૨ના નામ ઉપ૨થી પ્રચુદ્ધ થયા. કુરૂાજાનો પુત્ર હસ્તી નામનો રાજા થયો. તેણે હસ્તિનાપુર વસાવ્યું.
ત્યાં આગળ ભાગીરથી નામની મહાનદી પવિત્ર પાણીથી ભરેલી વહે છે.
ત્યાં આગળ શ્રી શાંતિનાથ-કુંથુનાથ-અરનાથ અનુક્રમે શોલમા-સત્તરમાં-અઢા૨માં જિનેશ્વશે થયા. તેઓ અનુક્રમે પાંચમા-છઠ્ઠા-સાતમા ચક્રવર્તી થઈને છખંડ ભરતક્ષેત્રની રિદ્ધિને ભોગવવા વાળા પણ થયા.
તેઓની દીક્ષા અને કેવલજ્ઞાન પણ ત્યાં હસ્તિનાપુરમાં જ થયાં. ત્યાં આગળ એક વર્ષના ઉપવાસ વાળા ત્રિભુવન ગુરૂ ભગવાન ઋષભસ્વામીના દર્શનથી બાહુબલિ ના પૌત્ર શ્રેયાંશને તિસ્મરણ ઉત્પન્ન થયું. તેનાથી દાનની વિધિ જાણનાર શ્રેયાંસકુમારે અક્ષયતૃતીયાના દિવસે ઈક્ષરશ વડે પ્રથમ પા૨ણું કરાવ્યું. ત્યાં આગળ પંચદિવ્યો પ્રગટ થયા. ભગવાનથી મલ્લીનાથ પણ તેજ નગ૨માં સમવસરેલા. ૧. જૈન સત્યપ્રકાશ' વર્ષ ૩ અંક ૪ માં મુનિશ્રી ન્યાયવિજયજી નો હસ્તિનાપુરકલ્પનો અનુવાદ
પ્રગટ થયો છે. એજ માસિકના અંક ૨-૩ માં શ્રીહસ્તિનાપુર તીર્થ' નામે લેખ પણ આ જ લેખકનો
પ્રગટ થયો છે. ૨. તક્ષશિલા અત્યારે પાકિસ્તાનના રાવલપિંડીથી ૨૨ માઈલ ઉત્તરે ખંડેશ્વરૂપે છે. ખોદકામમાં સમ્રાટ
સંપ્રતિના ૨સ્તુપ વગેરે જૈન સ્તુપો નિકળ્યા છે. આ નગ૨ના ‘ઉચ્ચાનાગ૨ પાડા' ઉપરથી ઉચ્ચાનાગરી
શાખા નીકળી હતી. ૩. બ્રાહાણ પરંપરા અનુસાર ભ૨તદૌષયંતિના પુત્ર હસ્તન ઉપ૨થી હસ્તિનાપુર નામ પડ્યું છે.
પુરાણવિષયાનુક્રમણિકા પૃ.૪૭૬ ૪. આજે આ નદી ને બુડગંગા કહે છે. મુખ્ય ગંગા પાંચમાઈલ દૂર છે. ૫. શ્રેયાંસકુમા૨ બાહુબલીના પુત્ર સોમપ્રભના પુત્ર હોવાની વાત પ્રચલિત છે. આવશ્યક મલયo વૃત્તિ (પૃ.૨૧૭) માં પણ આ પ્રમાણે છે. અહીં બાહુબલિના પુત્ર તરીકે બતાવ્યા છે. આવશ્યકચૂર્ણિમાં (ભા.૧ પૃ.૧૪૨) મરદક્સ પુરો સેનંતો ભરતનો પુત્ર શ્રેયાંસ હોવાનું જણાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org