________________
કલિકુંડ કુટપ્પર કલ્પિઃ ||
(૧૫)
અંગ દેશમાં કરઠંડુ રાજાથી પાલન કરાતી ચંપાનગરીની નજીક કાદંબરી નામની અટવી હતી. ત્યાં કલિ નામનો પર્વત, તેની નીચે કુંડ નામનું શોવર હતું. અને યુથાધિપતિ મહિધર નામનો હાથી હતો.
એક દિવસ છદ્મસ્થ અવસ્થામાં શ્રી પાર્શ્વનાથસ્વામી કલિકૂંડની પાસે કાઉસગ્ગ ધ્યાને સ્થિત રહ્યા. તે ચૂથનાથ હાથી પ્રભુને જતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે વિચારે છે કે જ્યારે હું વિદેહમાં હેમંધર નામનો વામન (ઠીંગણો) હતો, યુવાનો અને વીરપુરુષો મારી હાંસી ક૨તા, તેથી દુઃખી થયો. નમેલી શાખાવાળા વૃક્ષની શાખામાં લટકીને મરવાની ઈચ્છાવાળો હું સુપ્રતિષ્ઠિત નામના શ્રાવક વડે દેખાયો. તેણે કારણ પૂછ્યું ? મેં જેવી હકીકત હતી તે કહી. તે મને સ૨૦ પાસે લઈ ગયો. ઉપદેશ દ્વારા સમ્યકત્વ ગ્રહણ કરાવ્યું. અંત સમયે અનશન કર્યું ત્યારે મેં નિયાણું કર્યું. કે ભવાંત૨ માં હું ઉચી કાયાવાળો થાઉં. પછી મરીને આ વનમાં હું હાથી થયો. તેથી હવે આ ભગવંતોની સેવા કરૂં.' એ પ્રમાણે વિચારીને શોવરમાંથી કમલો લાવીને તે કમલો વડે જિનેશ્વ૨નું પૂજન કર્યું.
પૂર્વે ગ્રહણ કરેલાં રામ્યક્ત્વનું પાલન ક૨ના૨ો, તે હાથી અનશન કરીને મોટી ઋદ્ધિવાળો વ્યંત૨ દેવ થયો. આ આશ્ચર્યભૂત બિના ને ગુપ્તચ૨ દ્વારા સાંભળી ક૨કંડુ રાજા ત્યાં આવ્યો. પણ સ્વામી જોવા ન મળ્યા. રાજા ઘણો જ પસ્તાવો કરે છે. તે હાથીને ધન્ય છે જેના વડે ભગવાન પૂજાયા. હું અધન્ય છું. એ પ્રમાણે શોક કરતાં તેની સામે ધરણેન્દ્ર ના પ્રભાવથી નવ હાથ પ્રમાણવાળી પ્રભુ પ્રતિમા પ્રગટ થઈ. તેથી રાજા ખુશ થયો. ‘જય જય' કા૨ ક૨તો પ્રભુને પ્રણામ કરે છે. પૂજા કરે છે. અને ત્યાં આગળ ચૈત્ય કરાવે છે. ત્યાં ત્રણે સંધ્યા પુષ્પ, નૈવેધ, ૨સ્તુતિ, પૂજા અને નાટક = નાચ ગાન ક૨વા વડે રાજાએ કલિકુંડ તીર્થને સિદ્ધ કર્યું. તે હાથી માંથી બનેલ વ્યંતર સનધ્ય કરે છે. પ૨ચા પૂરે છે. નવયંત્રી પ્રમુખ યંત્રો, કલિકુંડ મંત્ર, છ કર્મકાર્ય ચમત્કા૨ ને પ્રકશિત ક૨ે છે. જેવી રીતે ગ્રામમાં રહેનારા ગ્રમણ કહેવાય એ પ્રમાણે કહેવાય છે તેમ કલિકૂંડમાં રહેનારા જિનેશ્વ૨ પણ કલિકુંડ પાર્શ્વનાથ તરીકે પ્રસૈદ્ધ થયા.
આ કલકુંડ તીર્થની ઉત્પત્તી.
પહેલાં પાર્શ્વનાથ સ્વામી છદ્મસ્થપણામાં રાજપુરીમાં કાઉસગ્નમાં ૨હ્યા તે વખતે ઘોડા ખેલવાં જતાં તે નગ૨ના ૨સ્વામી ઈશ્વર નામના રાજાનો બાણાર્જુન નામનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org