________________
૩૫
છેવટે પ્રસ્તુત સંપાદનમાં યથામતિ શક્ય–સાધનના આધારે વ્યવસ્થિત અને શુદ્ધ પાઠ અર્થો (ટિપ્પણ) આપવામાં દેવગુરુકૃપાએ સફળ પ્રયત્ન કરવા છતાં મતિદોષ કે મુદ્રણ–દોષથી જિન-શાસનની મર્યાદા વિરુદ્ધ, શાસ્ત્રીય–શૈલી કે પરંપરા વિરુદ્ધ અગર મૂળ કર્તાના આશય વિરુદ્ધ જે કાંઈ થયું કે લખાયું હોય તે બદલ સજલ શ્રી સંઘ સમક્ષ મિથ્યાદુષ્કત નિખાલસપણે દઈ પુણ્યવાન આત્માઓ આ વિશીઓને અંતરની ભાવવૃદ્ધિથી ઉપયોગમાં લઈ સ્વ–પર કલ્યાણકારી જીવન બનાવે એ મંગલ કામના. વિ. સં. ૨૦૩૬,
નિવેદક વીર નિ સં૦ ૨૫૦૬ પ્રથમ જેઠ સુ. ૧૩
પૂ. તપસ્વી શાસન ભટ જૈન ઉપાશ્રય,
સ્વ. ઉપા. શ્રી ધર્મસાગરગણી ઊંઝા,
ચરણે પાસક છે. મહેસાણા
શ્રમણસંઘસેવક, ' અભયસાગર
પરમાત્માની ભક્તિને પ્રભાવ
વીતરાગ પરમાત્માની ભક્તિ એટલે અંતરની ઝણઝણાટી સાથે વીતરાગ–પ્રભુ સમક્ષ ગુણોને એકરાર !
તેનાથી આપણું કર્માધીન વિષમતાઓથી ઉપજેલી કાયરતા હઠવા માંડે અને અંતરાત્માની વિરાટ શક્તિઓના વહેતા ધોધની જાણકારી મળે!
પરિણામે કર્મના બેજા તળે લદાયેલ આપણા જીવનને આત્મશુદ્ધિ એના વિકાસના પંથે વાળી શકીએ !!!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org