SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થવંદના ૧ ૦ છ ૪ ૫ સકલ તીર્થ વંદુ કર જોડ, જિનવર નામે મંગલ કોડ ; પહેલે સ્વર્ગે લાખ બત્રીશ, જિનવર ચૈત્ય નમું નિશદિશ, બીજે લાખ અઠ્ઠાવીસ કહ્યાં, ત્રીજે બાર લાખ સહ્યાં, ચોથે સ્વર્ગે અડલખ ધાર, પાંચમે વંદુ લાખ જ ચાર. છઠે સ્વર્ગ સહસ પચાસ, સાતમે ચાલીસ સહસ પ્રાસાદ; આઠમે સ્વર્ગ છ હજાર, નવ દશમે વંદુ શત ચાર. અગિયાર બારમે ત્રણસેં સાર, નવ રૈવેયકે ત્રણસેં અઢાર; પાંચ અનુત્તર સર્વે મળી, લાખ ચોરાશી અધિક વલી. સહસ સત્તાણું ત્રેવીશ સાર, જિનવરભવન તણો અધિકાર; લાંબા સો જોજન વિસ્તાર, પચાસ ઊંચા બહોંતેર ધાર. એકસો એંસી બિંબ પ્રમાણ, સભા સહિત એક ચૈત્યે જાણ; સો-ક્રોડ બાવન ક્રોડ સંભાલ, લાખ ચોરાણુ સહસ ચૌઆલ. સાત મેં ઉપર સાઠ વિશાલ, સવિ બિંબ પ્રણમું ત્રણ કાલ; સાત ક્રોડ ને બહોતેર લાખ, ભવનપતિમાં દેવલ ભાખ. એકસો એંશી બિંબ પ્રમાણ, એક એક ચેત્યે સંખ્યા જાણ; તેરસે ક્રોડ, નેવ્યાશી ક્રોડ, સાઠ લાખ વંદુ કર જોડ. બત્રીસેં ને ઓગણસાઠ, તિષ્ણુ લોકમાં ચૈત્યનો પાઠ; ત્રણ લાખ એકાણ હજાર, ત્રણસેં વીશ તે બિંબ જુહાર. વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વતા જિન વંદુ તેહ ઋષભ ચંદ્રાનન વારિપેણ, વર્ધમાન નામે ગુણસણ. સમેતશિખર વંદુ જિન વીશ, અષ્ટાપદ વંદુ ચોવીશ, વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર. શંખેશ્વર કેસરિયો સાર, તારંગે શ્રી અજિત જુહાર; અંતરિક્ષ વકાણો પાસ, જીરાવલો ને થંભણ પાસ. ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચૈત્ય નમું ગુણગેહ, વિહરમાન વંદુ જિન વીશ, સિદ્ધ અનંત નમું નિશદિશ. અઢી દ્વીપમાં જે અણગાર, અઢાર સહસ શીલાંગના ધાર; પંચ મહાવ્રત સમિતિ સાર, પાળે પળાવે પંચાચાર. બાહ્ય અત્યંતર તપ ઉજમાલ, તે મુનિ વંદુ ગુણ મણિમાલ નિત નિત ઊઠી કીર્તિ કરું, “જીવ' કહે ભવસાયર તરું. ૯ ૧૪ ૫૨ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004509
Book TitleAapana Tirthankaro
Original Sutra AuthorN/A
AuthorTaraben R Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirthankar
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy