________________
શ્રી મૌન એકાદશીનું દોઢસો કલ્યાણકનું ગણણું
[માગસર સુદ અગિયારસની આ એક જ તિથિએ જંબુદ્વીપમાં, ધાતકી ખંડમાં અને પુષ્કરાઈ દ્વીપમાં જુદા જુદા સમયે જુદા જુદા તીર્થકર ભગવાનનાં મળીને કુલ દોઢસો કલ્યાણક થયાં છે. આ કલ્યાણકોમાં જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક અને કેવળજ્ઞાન કલ્યાણક છે. જન્મ કલ્યાણકે “અહત નમઃ”, દીક્ષા કલ્યાણકે નાથાય નમઃ અને કેવળજ્ઞાન કલ્યાણકે “સર્વત્તાય નમઃએ પ્રમાણે વંદન કરાય છે. એક જ દિવસે દોઢસો જેટલાં કલ્યાણક આવે એ અદ્વિતીય ઘટના હોવાથી એ પવિત્ર પર્વદિને મૌન અને ઉપવાસ સાથે આરાધના કરવાનો મહિમા છે. એથી એ મૌન એકાદશી તરીકે ઓળખાય છે.]
૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org