________________
પ્રકાશકનું નિવેદન
સ્વ. શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના એક આદ્ય સંસ્થાપક હતા. આ સંસ્થાની સ્થાપના ઈ. સ. ૧૯૧૫ માં થઈ ત્યારથી તે જીવનના અંત સુધી તેમણે મંત્રી અને ટ્રસ્ટી તરીકે અનુપમ સેવાઓ આપી હતી. તેમની દીર્ઘકાળની અનેકવિધ સેવાના સન્માનાર્થે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તેમના સહકાર્યકર્તાઓ અને શુભેરછકેએ તા. ૨૦–૩–૧૯૪૯ ના રોજ રૂ. ૭૦,૦૦૧) ની પર્સ તેમને અર્પણ કરી હતી. આ રકમમાં શ્રી મેતીચંદભાઈએ રૂા. ૫૦૦૦) ઉમેરી જૈન સાહિત્યના પુસ્તક પ્રકાશનો માટે ખરચવાની ભલામણ સાથે રૂા. ૭૫૦૦૧)ની રકમ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સુપ્રત કરી, જે અનુસાર સ્વ. શ્રી મોતીચંદભાઈએ લખેલ “ અધ્યાત્મકપદ્રમની ચેથી આવૃત્તિ અને “ જૈન દષ્ટિએ યોગ ની બીજી આવૃત્તિ અગાઉ પ્રગટ કરવામાં આવેલ છે.
આ ગ્રંથમાળાના ત્રીજા પુસ્તક તરીકે શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ સં. ૧૯૭૧ ( સને ૧૯૧૪)માં પ્રગટ કરેલ “ આનંદઘનજીનાં પદે 7 પ્રગટ કરતાં અમને અત્યંત આનંદ થાય છે. આ પુસ્તક પુનઃ પ્રકટ કરવાની અનુમતિ આપવા માટે અમે શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના કાર્યકર્તાઓનો આભાર માનીએ છીએ.
- શ્રી આનંદઘનજીનાં પદ સાદાં તેમજ સરળ હોવા છતાં સમજવા માટે ગહન છે. આ દષ્ટિએ શબ્દાર્થ, ભાવાર્થ ઉપરાંત અક્ષરાર્થ આપવામાં આવેલ છે. આ પદોમાં દાન, દયા, જ્ઞાન, માનવસેવા, પરોપકાર, તપશ્ચર્યા, જિનભક્તિ, સ્વાર્થ ત્યાગ વિગેરે મહાન ગુણનું દર્શન થાય છે. પદના શબ્દ શબ્દ શ્રી આનંદઘનજીની રોગ-સાધનાના ભવ્ય દર્શન થવા ઉપરાંત તેમની અધ્યાત્મદષ્ટિને પયગામ જાણવા મળે છે. પદે સર્વ દર્શન માટે ઉપયોગી છે. સંગીતના શેખનેને આ પદે ઉપયોગી છે. શ્રી આનંદઘનજીને સમય, જન્મભૂમિ, સાહિત્ય પ્રવૃત્તિ અંગે ગ્રંથની શરૂઆતમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે. શ્રી આનંદઘનજીનાં પદો આજે બહુ લોકપ્રિય છે ત્યારે આ ગ્રંથનું પુનઃ પ્રકાશન સર્વને ઉપયોગી થઈ પડશે એવી અમને આશા છે.
ગોવાળીઆ ટંક રોડ
મુંબઈ ર૬ તા. ૨૬-૧-૫૬
ચંદુલાલ સારાભાઈ મેદી
ચંદુલાલ વર્ધમાન શાહ મંત્રીઓઃ શ્રી મહાવીર જૈન વિદ્યાલય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org