________________
પૂમિકા
૧૩:
તીર્થંકરના તીર્થ કે સોંધમાં સાધુ-સાધ્વી તેમજ શ્રાવક-શ્રાવિકા એમ. ચતુર્વિધ પ્રકારની વ્યક્તિના જ સમાવેશ થાય છે. પ્રથમ બે વિભાગેા સ ંસાર. ત્યાગીઓના છે, જ્યારે છેલ્લા બે વિાગે સંસારીઓના છે અને તેએ સ ંસારનાં કર્મો કરતાં યથાશક્તિ તપ, વૈરાગ્યાદિ જૈન સધની ભાવનાએ જીવનમાં ઉતારવા મથે છે અને મુનિએના ઉપદેશનું શ્રવણ કરે છે. સાધુ-સાધ્વી શ્વેત વસ્ત્રો પહેરે છે અને ઉપાશ્રયમાં રહે છે, સાધુ-સાધ્વીના જીવનિર્વાહ શ્રાવક-શ્રાવિકાની દાનવૃત્તિ. પર આધારિત છે. સામાન્ય રીતે ગામમાં વધારેમાં વધારે એક સપ્તાહ અને નગરમાં વધારેમાં વધારે એક માસ તેએ રહે છે. સ ધમાં પ્રત્યેક વિભાગે જૈન ધર્મ માં તેમના માટે નિર્દેશેલ નિયમેનુ પાલન કરવાનું હોય છે. આજે શ્વેતાબર અને દિગમ્બરના સાધુસ ધા જુદા પડયા છે. દિગમ્બર સાધુએ વસ્ત્ર-પરિધાન કરતા નથી. વર્તમાનકાળમાં આ આચાર અતિ કંડેન હોઈ આવા સાધુએ વિરલ છે. તેએ વનમાં રહે છે અને પેાતાના જ ધમ ધ્યાનમાં લીન રહે છે. આ પ્રમાણે નસ સાધ્વીઓ છે જ નહીં. સાધ્વીએ રાતી સાડી પહેરે છે, શલેાચન કરે છે અને મારપીછાંને રજોહરણ રાખે છે.
૧૨. ગણધરા :
મહાવીર ભગવાનના ઉપદેશના બહોળા પ્રચાર કરનાર તેમના પ્રથમ ૧૧ શિષ્ય ગણધર' નામથી એાળખાય છે. આ ૧૧ ગણુધરા સાધુસંધના નેતા હતા. પ્રત્યેક ગણધરના હાથ નીચે સેંકડા મુનિએ હતા. ૧૧ ગણધરાનાં નામેા આ પ્રમાણે છે: ૧. ઇન્દ્રાંત, ૨. અગ્નિભૂતિ, ૩. વાયુભૂતિ, ૪. અકપિત, ૫. વ્યક્ત, ૬. સુધર્મા, ૭. મતિપુત્ર, ૮. મૌર્ય પુત્ર, ૯. અચલભ્રાતા, ૧૦. મેતા, ૧૧, પ્રભાસ, આ ગણુધરામાંથી માત્ર ગૌતમ ઈન્દ્રભૂતિ અને સુધર્માંસ્વામી જ મહાવીર-સ્વામીના નિર્વાણકાળપ ત વિત હતા.
ગૌતમ ઇન્દુભાત આ ગણુધરામાં મુખ્ય હતા. તેઓ વિદ્વાન બ્રાહ્મણ હતા અને પછીથી તે જૈન ધર્મ માં આવ્યા હતા. તી કરે આપેલા ઉપદેશને તેમણે અનેક ધર્માંત્ર થામાં ગ્રંથસ્થ કરેલ છે. તેમને મહાવીર પ્રત્યે અતિશય સ્નેહ અને માન હતાં અને તેથી સંપૂર્ણ રાગ-દ્વેષથી મુક્ત ન થઈ શકેલ હોવાથી મહાવીરના નિર્વાણુ બાદ જ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ગૌતમ ૧૨ વર્ષ પર્યંત કેવળી રહ્યા અને ૯૨ વર્ષની વયે રાજગૃહમાં નિર્વાણ પામ્યા.
સુધર્માસ્વામી મહાવીરના ખીજા માટા શિષ્ય હતા. તેઓ પણ બ્રાહ્મણુ હતા. મહાવીરના નિર્વાણુ બાદ સ નિર્ણના ભાર તેમણે વહન કર્યાં અને ૧૨ વર્ષ બાદ તેમને કેવળજ્ઞાન થયું અને ત્યારબાદ ૮ વર્ષે ૧૦૦ વર્ષની વયે નિર્વાણ પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org