________________
મંગલ પ્રવેશિકા
૪૧ કળશ છપય :-૪ નો પુરિ આદિ, બીજ ગુરુનામ વદી જે; આનંદપુર અવનીશ, અજયપાળ આખી જે; અજયા જાત અઢાર, વાંચિયે સાતે બેટા, જપતાં એહિ જ જાપ, ભક્ત શું ન કરે ભેટાઉતરે અંગ ચઢીયા, પલમે તારી વયણે મુદા; કહે કાંતિ રેગ નાવે કદે, સાર મંત્ર ગણીએ સદા.૧ ૧૬.
૪૯ શ્રી સોળસતીનો છંદ . આદિનાથ આદે જિનવર વંદી, સફળ મનોરથ કીજીએ એ; પ્રભાતે ઊઠી માંગલિક કામે, સોળસતીનાં નામ લીજીએ એ. ૧. બાળકુમારી જગહિતકારી, બ્રાહ્મી ભારતની બહેનડીએ; ઘટઘટ વ્યાપક અક્ષરરૂપે, સોળસતી માંહે જે વડી એ. ૨. બાહુબળ ભગિની સતીય શિરોમણી, સુંદરી નામે ઋષભ સુતા એ; અકસ્વરૂપી ત્રિભુવનમાંહે, જેહ અનુપમ ગુણજુતા એ. ૩. ચંદનબાળા બાળપણાથી, શીયલવતી શુદ્ધ શ્રાવિકા એ; અડદના બાકુલા વીર પ્રતિલાલ્યા, કેવલ લહી વ્રત ભાવિકા એ. ૪. ઉગ્રસેન ધુઆ ધારિણનંદની, રાજમતી નેમ વલ્લભા એ જોબન વેશે કામને જી, સંયમ લેઈ દેવ દુલભા એ. ૫. પંચ ભરતારી પાંડવ નારી, દ્રપદ તનયા વખાણીએ એ; એકસે આઠે ચીર પુરાણ, શીયલ મહિમા તસ જાણીએ એ. ૬. દશરથ નૃપની નારી નિરુપમ, કૌશલ્યા કુલચંદ્રિકા એ; શીયલ સલુણી રામ–જનેતા, પુણ્યતણ પ્રણાલિકા એ. ૭. કશાંબિક ઠામે શતાનિક નામે, રાજ્ય કરે રંગ રાજી એ; તસઘર ઘરણી મૃગાવતી સતી, સુર ભુવને જસ ગાજીયે એ; ૮. સુલસા સાચી શીયલે ન કાચી, રાચી નહી વિષયાસે એ; મુખડું જોતાં પાપ પેલાએ, નામ લેતાં મન ઉલસે એ; ૯. રામ રઘુવંશી તેહની કામિની, જનક-સુતા સીતા-સતી એ; જગ સહ જાણે ધીજ કરંતાં, અનલ શીતલ થયે શીયલથી એ; ૧૦. કાચે તાંતણે ચાલણી બાંધી, કુવા થકી જલ કાઠીયું એવું કલંક ઉતારવા સતીય સુભદ્રા, ચપા બાર ઉઘાડીયું એ. ૧૧. સુરનર વંદિત શીયલ અખંડિત, શિવા શિવપદ ગામિની એ; જેહને નામે નિમલ થઈ એ, બલિહારી તસ નામની એ. ૧૨. હસ્તિનાગપુરે પાંડુ રાયની, કેતા નામે કામિની એક પાંડવ માતા દશે દિશાહિની, બહેન પતિવ્રતા પવિની એ. ૧૩. શીલવતી નામે શીલવ્રત ધારિણી, ત્રિવિધે તેહને વંદિયે એનું નામ જપતા પાતક જાયે, દરિશણ દુરિત નિકંદીયે એ. ૧૪. નિષિધા નગરી નલહ નરીંદની, દમયંતી તસ ગેહિનીએ; સંકટ પડતાં શીયલ જ રાખ્યું, ત્રિભુવનકીતિ જેહની એ. ૧પ. અનંગ અજિતા જગજન પૂજિતા, પુષ્પચૂલાને પ્રભાવતીએ; વિશ્વ-વિખ્યાતા કામિતદાતા, સલમી સતી પદ્માવતી એ. ૧૬. વીરે ભાખી શાસેસાખી; ઉદયરત્ન ભાખે મુદાએ; વહાણું વાતાં જે નર ભણશે, તે લેશે સુખસંપદા એ. ૧૭.
૧ આ તાવનો ઈદ ૭-૧૪ અથવા ૨૧ વાર ગણે અથવા સાંભળે તે સર્વપ્રકારના તાવ જાય છે, પડિત સિદ્ધિ,
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org