________________
સજન સન્મિત્ર કેશર૦ અંતર્થે બીજે સ્વરે ટાલી તે શિવગામી ગતિ આચરી. કેશર૦ ૪ વિશ ફરસ વલી સંયમ માને છે, આદિ કરણ કરી દિલ ધરી, કેશર૦ ઈ નામે જિનવર નિત્ય થાઉં તે, જિનહર જિનકે પરિહરી. કેશર૦ ૫. ચુંબકે દાઢ્યો વૃષ જન બેલે તે, વાત એ દિલમાં ન ઉતરી કેશ૨૦ અજ ઇશ્વર પણ સીતાની આગે તે, જાસ વિવશ નટતા ધરી. કેશર૬. તે જિન તસ્કર તું જિનરાજ તે, હરિ પ્રણમેં તુજ પાઉં પરી, કેશર, બાલપણે ઉપગારે હરિપતિ, સેવન છલ લંછન ધરિ. કેશર૦ ૭. પ્રભુપદ પંકજ અલિત રહિએ તે ભવ ભવમાં નહિ શલી કલી, કેશર૦ મન મંદિર મહારાજ પધારે છે, હરિ ઉદયે ન વિભાવરી. કેશર૦ ૮ સારંગમાં સંપાળ્યું ઝરકત, ધ્યાન અનુભવ લેહરી; કેશર૦ શ્રી શુભ વીરવિજય શિવ વહુને તે, ઘર તેડતાં દેય ઘરી કેશર૦ ૯.
શ્રી ગોડી પાર્શ્વનાથ જિન–સ્તવન.
૩૧ (ત્રિગડે પ્રભુ સેહે રે- એ રાગ) ગેડી પ્રભુ ગાજે રે, ઠકરાઈ છાજે રે, અતિ તાજે દિવાજે, રાજે રાજિઓ રે. ૧. બે-બીજા ન બરન ખ” તેના માથે માત્રા ચડાવાને ખે' મૂકે પછી વિઇશ, વશ વિ-પક્ષી, તેનો ઈશ-સ્વામી ગરુડ, તેને રાજા કૃષ્ણ તેનો પુત્ર પ્રદ્યુમન કામદેવ તેનો દાહક બાળનાર શ કર, તેનું તિગવ-ત્રણ અક્ષરનું નામ ઇશ્વર, તેમાંથી આદિ પહેલો અક્ષર 'ઈ' દૂર કરીને બાકીના ધર” એ બે અક્ષરો મૂકવા ત્યાર પછી (૪) એ કવીશમે કરશે-પશ' વ્યંજન ૫'ની પાસે કરણ-કાન કરીને “પ” મૂકવો. પછી અર્થધને તેનું અભિધ બીજું નામ રવ તેની સમતુલ્ય અક્ષર “ધ” લઈને પછી, અંતસ્વ'ય-ર-લ-વ' તેના બીજા અક્ષર ૨' માંથી રવર દૂર કરીએ એટલે તેની શિવગામી-મોક્ષ ગામિની ગતિ અર્થાત ઉર્વગતિ કરાવવી. એટ ધ ને માથે રેફ ચડાવીને મૂકો. તેના પછી (૫) વશમે ફરસ-પશ ને’ સ યમ સત્તર પ્રકારનું હોવાથી સત્તરમે 'થ” એ બે માંથી આદિ પ્રથમના અક્ષર ન'ની પાસે કરણુ-કાનો કરીને નાથ' એવા અક્ષરો દિલમાં ધારણ કરીને મૂકવા, જિન શબ્દનું (અર્થાનું નહીં) હર હરણ કરનાર જિન-શંકર વગેરે દેવનો ત્યાગ કરીને ઉપયુંકત “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ના મવાળા સાચા જિનવર-મોહને જીતનારાઓમાં શ્રેષ્ઠ તેનું હંમેશાં સ્મરણ કરું. (૬) લેકે કહે છે કે-ટાંબકે મહાદેવે વૃક્ષ કામને બાળી નાખે છે, પણ એ વાત ગળે ઉતરતી નથી. કેમકે અજ-નહીં ઉત્પન્ન થયેલ એવા ઈશ્વર-શંકરે પણ સીતા-પાર્વતીને આગળ કામને વશ થઈને નટતા ધારણ કરી હતી-નૃત્ય કર્યું હતું. (૭) માટે તે મહાદેવ વગેરે તો “જિન” શબ્દના ચેર છે અને તમે તો જિન-મોહને જીતનારાઓમાં રાજા છે. તેથી હરિ-ઇકો તમારા ચરણોમાં પડીને નમસ્કાર કરે છે. બાળપણમાં તમે ઉપકાર કર્યો હતો, માટે હરિપત-નાગરાજ (ધરણેન્દ્ર) તમારા ચરણમાં સર્ષના લંછન-ચિહના બહાનાથી તમારી હમેશાં સેવા કરે છે, (૮) આ પ્રભુના પદપંકજચરણરૂપી કમળ માં આલિ-ભ્રમર થઈને રહીએ તો ભવોભવમાં કદી પણ દુઃખી ન થઈએ આ મહારાજ જે મન રૂપી મંદિરમાં પધારે છે. જેમ હરિ-સૂર્યનો ઉદય થવાથી વિભાવરી-ત્રિ રહેતી નથી તેમ તે મનરૂપી અંધકાર રહેતો નથી. (૯) સારંગ મેઘ અથવા રાત્રિમાં જેમ સંપા–વીજળી ઝબકી ઊઠે છે તેમ, જે અનુભવ ધ્યાનની લહેરે ઉછળે તો પં. શ્રી શુભવિજ્યજી મહારાજના શિષ્ય ૫, શ્રી વીરવિજયજી મહારાજ કહે છે કે-શિવવહુ-મુક્તિરૂપી વધૂને પોતાને ઘેર લાવતાં પ્રાપ્ત ક તો ફકત બે જ ઘડીની વાર લાગે. અર્થાત જલદી મોક્ષ મળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org