________________
સજન સન્મિત્રા હે ભગવંત! તમારે તમારા જીવનના ફળ સ્વરૂપ સિદ્ધોનું, તમારા શાસનના રાગી (સાધક) સાધુઓનું અને તમારા શાસનનું(આજ્ઞાનું) હું ભાવથી શરણ સ્વીકારું છું. ૫.
હે દેવાધિદેવ ! હું આપની સાક્ષીએ સવજીને ખમાવું છું તેઓ પણ મને ક્ષમા આપે, તમારા જ એક શરણે રહેલા મારે તે સર્વ જીવોમાં મૈત્રી થાઓ. ૬. - હે જિનેશ્વર દેવ! હું એકલું છું. મારું કઈ નથી અને હું પણ કેઈને નથી એમ છતાં આપના ચરણનાં શરણે રહેલા મારે લેશ પણ દીનતા નથી. ૭.
હે તરણતારણ પ્રભુ! તમારા પ્રભાવથી પ્રાપ્ત થનારી પરમપદવીને (મેક્ષને) પામું નહિ ત્યાં સુધી તમારા શરણે રહેલા મને આપ છોડી ન દેશે ! ૮.
હે ભગવંત! એક બાજુ આપનાં વચનામૃતનું પાન કરવાથી પ્રગટેલી પ્રશમરસની [ઉપશમ ભાવની] ઉમિઓ મોક્ષરૂપી પરમાનન્દની પ્રાપ્તિ કરવા મને પ્રેરે છે. ૧.
ત્યારે બીજી બાજુ અનાદિ (રાગદ્વેષ-મોહ વિગેરેના) સંસ્કારની મૂછથી રાગ રૂપી મહાફણિધરના ઝેરને આવેગ મને પર પદાર્થમાં [વિષય-કષાયોમાં સર્વથા બેભાન કરે છે એથી હતાશ થઈ ગએલે હું શું કરું? લાચાર છું [અર્થાત્ તમારું પરમપાનનીય વચન ગમવા છતાં તે પ્રમાણે હું આચરણ કરી શકતું નથી, એ મારી નિબળતા છે તેને દૂર કરવા આપને હું પુનઃ પુનઃ પ્રાર્થના કરું છું.] ૨.
હે મારા પ્રભુ! સમજવા છતાં રાગરૂપી મહાસ૫ના ઝેરથી બેભાન બનેલા મેં જે જે દુષ્ટકર્મો કર્યા છે, તે સ્વમુખે કહ્યાં પણ જાય તેમ નથી. મારા એ ગુપ્તપાપી પણાને ધિક્કાર થાઓ ! આપ તે બધું જાણે જ છે, આપની સમક્ષ હું તેને ધિક્કારું છું. ૩.
હે ભગવંત! ક્ષણરાગી અને ક્ષણવિરાગી ક્ષણ ઝોધી અને ક્ષણમાં ક્ષમાવત, એમ મેહ વગેરે અંતરંગ શત્રુઓએ જેમ મદારી માંકડાને નચાવે તેમ મને વારંવાર નાચ કરાવ્યું છે.૪.
આપનું સમ્યગદર્શન પામવા છતાં મન વચન અને કાયાથી દુષ્ટ ચેષ્ટાઓ કરીને હે ભદધિ તારક પ્રભુ! મેં મારા માથે દુખેને દાવાનળ સળગાવ્યા છે, અર્થાત્ ભયંકર દુખેને ભોગવવાં પડે તેવા પાપ કરીને મેં આત્માને ખૂબ ભારે કર્યો છે. પ.
હે મારા ત્રાતા પ્રભુ! તમે મારા રક્ષક હોવા છતાં મેહ–અજ્ઞાન વગેરે ચરો મારાં જ્ઞાન-દશન ચારિત્રરૂપ ત્રણ રત્નને લૂટે છે, તેથી તેનાથી હતાશ થએલે હું જીવવા છતાં મરેલો છું.
હે નાથ! હું ઘણાં તીર્થોમાં ભટક, ઘણા ઘણા દેવને પૂજ્યા, માન્યા, પણ મારું રક્ષણ કેઈએ કયું નહિ, એ બધાયમાં એક આપને જ મેં સમથે ઉપકારી [આધાર-તારક] દેખ્યા છે, તેથી હું તમારા ચરણમાં વળગ્યો છું. હે પ્રભો ! હે નાથ ! મારું રક્ષણ કરે ! મને તારો મને બચાંવ ! ૭.
આપના પ્રભાવે જ મને આટલી ઉચી ભૂમિકાએ પહોંચાડે છે. [આપના દશનને યોગ્ય કર્યો છે.] હવે ઉદાસીનતા કરી મારી ઉપેક્ષા કરવી તે આપને એગ્ય નથી. અર્થાત આપ કૃપાળું મારા દીન ઉપર દયા નહિ કરો તે હું પુનઃ સંસારમાં રઝળતા થઈ જઈશ. ૮.
હે મારા પરમ આધારભૂત કેવળજ્ઞાની રક્ષક પ્રભુ ! તમે મારી સ્થિતિના પૂર્ણ જ્ઞાતાં છે તમારા સિવાય મારી દયા કરનાર બીજો કોઈ નથી, મારા જે બીજે કઈ કુપા પાત્ર પણ નથી માટે છે કાર્યાકાયના જાણુ પ્રજો! હવે આપને યોગ્ય લાગે તેમ કરે! ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org