SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ પર. [ધ સં૦ ભાવ ૨ વિ૦ ૪-ગા૦ ૧૫૪ તે શ્રીતીર્થકરની સમીપે, તેઓના અભાવે શ્રીગણધરની સમીપે, તેઓના અભાવે ચૌદપૂર્વધરની સમીપે, તેઓના અભાવે દશપૂર્વધરની સમીપે અને તે પણ ન હોય તો વડ, અશેક, વિગેરે ઉત્તમ વૃક્ષની નીચે સ્વયં, મોટા આડંબરથી (ચતુવિધ શ્રીસંઘની હાજરીમાં) જિનકલ્પને સ્વીકાર કરે. આ જિનકપીને (પૂર્વે કહી તે દશવિધ ચક્રવાલ) સામાચારી પિકી ૧-આવશ્યિકી, ૨-નૈધિક, ૩-મિથ્યાકાર, ૪-ગૃહસ્થને પૂછવારૂપ પૃચ્છા અને પ–(ગૃહસ્થની) ઉપસમ્મદા, એ પાંચ હેય, અન્ય આચાર્યો કહે છે કે આવશ્વિકી, ને ધિકી અને ગૃહસ્થની ઉપસર્પદા, એ ત્રણ જ હેય, કારણ કે આરામ-ઉદ્યાન વિગેરેમાં રહેનારા જિનકલ્પીને સામાન્યતયા ગૃહસ્થની અનુમતિ લેવી વિગેરે પણ અસંભવિત છે. અહીં પૂર્વે (સ્થવિરકલ્પના કહ્યાં તે જ શ્રત વિગેરે ૨૭ દ્વારેથી જિનકલ્પના આચારની મર્યાદા સ્વરૂપ અલ્પમાત્ર) કહીએ છીએ. ૧-મૃત-શ્રુતસંપત્તિ જિનકલ્પીને જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધી હોય, કારણ કે ઓછામાં ઓછા તેટલા જ્ઞાનવાળાને ભવિષ્યનું જ્ઞાન થાય, (ભવિષ્યના જ્ઞાન વિના જિનકલ્પ સ્વીકારી શકાય નહિ). ઉત્કૃષ્ટથી તે સંપૂર્ણ દશપૂર્વક૨૧હોય. કારણ કે સપૂર્ણ દશપૂર્વ સફળ દેશનાની લબ્ધિવાળા હોવાથી શાસનપ્રભાવના અને ભવ્યજીવોને ઉપકાર કરે, વિગેરે દ્વારા સ્થવિરકલ્પથીજ ઘણું નિર્ભર કરી શકે, તેથી તે જિનકલ્પને સ્વીકારતા નથી. ૨-સંઘયણુ–સંઘયણ પહેલું જ હોય, એથી જિનકલ્પીનું હૈયે વજની ભીંત જેવું દઢ હોય. ૩-ઉપસર્ગો-દેવ વિગેરેથી ઉપસર્ગો થાય અથવા ન પણ થાય, થાય તે માનસિક પીડા (દુધ્ધન) વિના સમાધિથી સહન કરે. ૪–આતંક-આતંક આવે અથવા ન પણ આવે, આવે તે જિનકપીને શરીરની પ્રતિકર્મણને (રક્ષાનો) નિષેધ હોવાથી સહન કરે, પણ ચિકિત્સા ન કરાવે. ૫–વેદના-લેચ વિગેરેની સ્વકૃત અને વૃદ્ધાવસ્થા વિગેરેની ઉપક્રમરૂપ, એ બને વેદનાઓ હોય, છતાં શુભભાવથી સહન કરે. ૬-કેટલા ?–વસતિ વગેરેમાં રહે ત્યાં (બીજા હેય તે પણ) બીજાની સહાયની અપેક્ષા રાખવાની નહિ હેવાથી ભાવથી એકલા જ હોય અને એક સ્થાને ઉત્કૃષ્ટથી સાતને સંભ હેવાથી દ્રવ્યથી તે અનેક પણ હોય. ૭–સ્થડિલ (પરડવવાની ભૂમિ)-વડીનીતિ, લઘુનીતિ અને જીર્ણવોને જિનકલ્પી અનાપાતઅસલક વિગેરે (પૂર્વે જણાવ્યા તે) દશ ગુણવાળી ભૂમિમાં જ પરડવે, દેષિતમાં નહિ. ૮-વસતિ (ક્ષેત્રનું મમત્વ)-માસક૫ કે ચાતુર્માસકલ્પ માટે જ્યાં રહે તે ક્ષેત્રના છ ભાગ કપે અને એક દિવસે જે ભાગમાં ભિક્ષા માટે ફરે ત્યાં પુનઃ સાતમા દિવસે ફરે. (અર્થાત્ છ ભાગમાં એક એક દિવસ ફરે, સ્થાન કે ગામનું મમત્વ ન કરે, પ્રમાર્જના તે કરે.) ૩૨૧-આ પાઠ છાપેલી પ્રતમાં રહી ગયું છે, લખેલીમાં છે. “સપૂર્વાલાપૂર્વઃ પુનમોષવજનતા प्रवचनप्रभावना-परोपकारादिद्वारेण च बहुतरं निर्जरालाभमासादयतीत्यसौ न जिनकल्पं प्रतिपद्यते " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy