SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ [ધ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૧૫ર " एआओ भावणाओ, भाविता देवदुग्गई जंति । तत्तोऽवि चुआ संता, परिति भवसागरमणंतं ॥" पञ्चवस्तु० १६६१ ॥ ભાવાર્થ—આ ભાવનાઓ ભાવીને જીવ દેવની દુર્ગતિને (દેવની હલકી જાતિને) પામે છે અને ત્યાંથી ચ્યવને અનંતકાળ સંસાર સમુદ્રમાં ભમે છે. જો કે આ ભાવનાઓ ચારિત્રવંતને સર્વદા વજેવા યોગ્ય છે જ, તથાપિ અનશન કે જે ચારિત્રની વિશુદ્ધિ માટે કરવાનું છે, તેમાં તે વિશેષતા વજેવી જ જોઈએ. એમ જણાવવા અહીં અનશનના અધિકારમાં એનું વર્ણન કર્યું છે એમ સમજવું. કહ્યું છે કે – “દયાળો વિલેણેf, rવિથમૂકાયો. एअनिरोहाओ चित्र, सम्मं चरणंपि पावे ॥" पञ्चवस्तु० १६६२॥ ભાવાર્થ–ચારિત્રમાં વિદ્ધભૂત આ ભાવનાઓને અનશનીએ અવશ્ય તજવી, કારણ કે એના નિરોધથી જ સમ્યફ ચારિત્રની પણ પ્રાપ્તિ થાય છે. પ્રશ્ન-આ ભાવનાઓ ચારિત્રની (સર્વથા) વિધિની નથી, કારણ કે (પૃ. ૫૦૩ માં) “નો સંજોવિ મુ” ઈત્યાદિ (પચવસ્તુની ૧૬૨૯મી) ગાથામાં તેમ જણાવ્યું છે. ઉત્તર–અસંક્લિષ્ટ પરિણામવાળો છતાં કઈ સાધુ “કન્દપ વિગેરે કરે તેને આ ભાવનાઓ હોવા છતાં વ્યવહારનયના અભિપ્રાયે ચારિત્ર હોય છે, તે પણ નિશ્ચયનયના મતે આ ભાવનાઓ સેવનારને ચારિત્ર હેતું નથી. કારણ કે-નિશ્ચયનય સદેવ ઉચિત પ્રવૃત્તિ કરવાપૂર્વક નિયમ નિરતિચાર ગુણસ્થાનકવાળાને જ ચારિત્ર માને છે. સૂત્રકારે પણ કહે છે કે – “કા કક્ષાએ ન , મિચ્છદિત તો છે ? वडूढेइ य मिच्छत्तं, परस्स संकं जणेमाणो ॥" पिण्डनियुक्ति-१८६॥ ભાવાર્થ-દેશ-કાળ–સંઘયણદિને અનુરૂપ અને શક્તિ અનુસારે શાસ્ત્રનીતિને અનુસરતા અનુષ્ઠાનને “યથાવાદ’ એટલે યથાર્થ સમ્યક્ત્વ કહ્યું છે, તેથી) જે શક્તિ છૂપાવીને એવું યથા– વાદ અનુષ્ઠાન (વર્તન) નથી કરતો તેનાથી બીજે મિથ્યાષ્ટિ કેણ છે? અર્થાત્ તે મિથ્યાષ્ટિ જ છે. કારણ કે છતી શક્તિએ જે શાસ્ત્ર મુજબ વર્તન કરતો નથી તે શ્રીજિનાગમમાં બીજાઓને શંકા ઉત્પન્ન કરે છે અને એથી પરંપરાએ મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે. ૧૬ ૩૧૬-રાજ્યના કે જ્ઞાતિના કાયદાઓ પ્રજાજનના કે જ્ઞાતિજનના હિત માટે હોય છે, તેનું પાલન કરવું તે પ્રજા કે જ્ઞાતિજનની ફરજ છે, પાલન નહિ કરનાર તે બંધારણને તેડીને બીજાઓને ઉલટું વર્તન કરવાને માર્ગ ખુલ્લો કરી આપે છે, માટે દ્રોહી અને શિક્ષાપાત્ર ઠરે છે. તેમ ધર્મશાસ્ત્રના કાયદાઓ (સામાચારી) જગતને સર્વ જીવોના હિત માટે હોય છે, તેના યથાર્થ પાલનથી ધર્મમાર્ગ અબાધિત રહે છે. સશક્ત-અશક્ત દરેક તે માર્ગનું પાલન કરતા રહે તે જ ધર્મમાર્ગ (શાસન) ચાલે, વિના કારણે તેનાથી વિરૂદ્ધ વર્તાના ધર્મને અને ધમીઓને દ્રોહી બને છે અને અનેક આત્માઓને ઉન્માગે ચાલવાનું નિમિત્ત આપે છે, માટે ઉત્સુત્રરૂપકને શાસનદ્રોહી અને અનંતસંસારી કહ્યો છે. જેમ ઉસૂત્ર પ્રરૂપણાથી મિયામાર્ગની પુષ્ટિ થાય છે તેમ વિના કારણે શાસ્ત્રવિરૂદ્ધ આચરણ કરનારા પ્રમાદીથી પણ મિખ્યામાર્ગ પિવાય છે અને અનેક આત્માઓ તેનું અનુકરણ કરતા ઉભાગે ચઢી જાય છે, માટે ઉન્માર્ગની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy