________________
૪૪૭
વ્રતાદિના પાલન માટે પરીષહનો જ્ય અને તેના ઉપા]
" दंसणमोहे दंसणपरीसहो पन्नऽनाण पढममी(मि)।
चरमेऽलाभपरीसह, सत्तेव चरित्तमोहंमी(मि)॥६८७॥ अक्कोस अरइ इत्थी, निसीहिआऽचेल जायणा चेव । सक्कारपुरक्कारे, एक्कारस वेयणिज्जंमि ॥ ६८८ ॥ पञ्चेव आणुपुव्वी, चरिया सेज्जा तहेव जल्ले य ।
વદ્દ જ તાતા, સેરેનું નથિ જવા દ્દઢા” (વનસારોદ્ધાર) હેય છે, તે માનને મારવા માટે અને “અહંતા” કે જે જગતને આંધળું કરનારો મોહન મહામંત્ર છે, તેને નિષ્ફળ બનાવ્યા વિના દાનાદિ કે ક્ષમાદિ કોઈ ધર્મ સફળ થતો નથી, એમ સમજી યાચના કરવાથી મોટાઈનો મદ ઉતરી જાય છે. અલાભ કે લાભ દાતારના અને લેનારના ક્ષપશમને આધીન છે. છતાં તેને પિતાનાં માની દુર્બાન કરવું તે અજ્ઞાન છે. વસ્તુતઃ સાધુજીવનમાં પ્રાપ્ત થતાં આહારાદિ શ્રીવીતરાગશાસનની વ્યવસ્થાનું અને ગુરૂની કૃપાનું ફળ-બળ છે, તે ન મળે તેમાં લાભાન્તરાયનો ઉદય માનીને સમતા કેળવવાથી લાભાન્તરાય તૂટે છે. અલાભ ત્યારે થાય છે કે પૂર્વે અનેક ના સાચા હક્કોને લૂંટીને અંતરાયકર્મ બાંધ્યું હોય, તેને સમજીને સમતાપૂર્વક ભેગવવાથી લાભાન્તરાય તૂટે છે. જરૂરી વસ્તુ ન મળે તે પણ સમભાવ રાખવાથી ત્યાગ-તપની સિદ્ધિ થાય છે, માટે અલાભનું મૂળ કારણ સમજવાપૂર્વક ચિત્તને પ્રસન્ન રાખવું અને ખેદ કે નહિ આપનાર ઉપર દ્વેષાદિ નહિ કરવું. બલાત્કારે, કે જિનાજ્ઞા વિરૂદ્ધ મેળવવાથી લાભાન્તરાયકમ બધાય છે અને પરિણામે દુર્ગતિમાં જવું પડે છે. રેગ પૂર્વે પાર્જિત અશાતાદનીય વિગેરે કર્મોનું ફળ છે, પિતાનાં ઉપાર્જેલાં કર્મોને બદલે ભોગવી લે તે જ ન્યાય છે, તેને બદલે ઔષધાદિનું સેવન કરવું તે અન્યાય છે. ઔષધથી રોગ ટળવાને નિર્ણય નથી પણ તે એક આર્તધ્યાન હોવાથી નવું કર્મબન્ધન તે થાય છે જ. ઉપરાન્ત ઔષધ કરવામાં હિંસા, પ્રતિજ્ઞાને ભંગ થવારૂપ અસત્ય, જીવઅદત્ત, તીર્થકર અદર વિગેરે અદાદાન, શારીરિક સુખની ઇચ્છારૂપે અબ્રહ્મ અને શરીરની મમતારૂપે પરિગ્રહદોષ પણ રહેલો છે. “શરીરને રોગ મટાડવાને બદલે ઔષધથી કમરેગને વધારવાનું થાય છે, માટે સર્વ રેગના મૂળભૂત કરેગને મટાડવાના ઉપાયભૂત બાહ્યરેગેને સહન કરવામાં જ આત્માનું શ્રેય છે એમ સમજતો મુનિ ઉત્સર્ગ પદે રગને સમતાથી ભગવે પણ ઔષધની ઇચ્છા ન કરે. સમતાથી મટે રેગ પુનઃ કદી પ્રગટતો નથી, દવાથી મટે તો પણ એક યા બીજારૂપે પુનઃ પ્રગટ્યા વિના રહેતું નથી. શરીર અને આત્માની ભિન્નતાને સમજતે મુનિ કર્કશ પણ તૃણસ્પર્શથી મુંઝાય નહિ ઉલટું “આકિ -ચન્ય ધર્મના પાલન માટે શ્રી જિનેશ્વરેએ કરેલી આજ્ઞાના સ્પર્શમાં (પાલનમાં) જ સર્વ સુખપ્રદ સ્પર્શી રહેલા છે એમ માનીને પ્રસન્નતાથી જિનાજ્ઞાનું પાલન કરે. શરીરને મેલ શરીરની અશુચિતાના પરિણામે છે, તેના પ્રત્યે જુગુપ્સ કરવાથી બીજું શરીર જુગુપ્સનીય મળે છે અને તે ધર્મનું સાધન બનતું નથી. માટે ધમની સાધનામાં સહાયક શરીરની પ્રાપ્તિ કરવા તેને મેલ સહ જોઇએ, બાહ્ય મેલની જુગુપ્સાથી કમમેલ વધે છે, માટે “કર્મમેલનો નાશ કરવા મલપરીષહ સહ આવશ્યક છે' એમ સમજીને મલ પરીષહને સહવાથી ઉત્તમ-નીરોગી શરીર વિગેરે મળે છે. સંસ્કાર કઈ કરે તો તે પિતાને નહિ પણ ચારિત્રને કરે છે એમ સમજી તેનું અભિમાન નહિ કરવું જોઈએ. “ચારિત્ર કે તેને વેબ ન ડાય તો કોઈ સત્કાર કરે નહિ” એમ સમજતા મુનિ જેમ જેમ સત્કાર વધે તેમ તેમ ચારિત્ર પ્રત્યે પૂજયભાવ-બહુમાન પેદા કરે, એમ કરવાથી ચારિત્રમેહનીયાદિ કર્મો તૂટે છે, અભિમાન કરવાથી તે તે ઉલટાં બન્ધાય છે. સત્કાર ન મળે તે પોતાની શિથિલતાને કારણે ચારિત્રનું માન ઘટે છે એમ સમજીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org