SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ રાગતા છે. વીતરાગતા ઉપરની શ્રદ્ધા એટલે દેના વિજય ઉપરની શ્રદ્ધા અર્થાત્ “જગતમાં જેમ દોષો છે, તેમ તે દે ઉપર વિજય મેળવનારાઓ પણ છે. એવી અખંડ ખાત્રી. એ શ્રદ્ધા દોષોના વિજેતાઓ ઉપર ભક્તિરાગ ઉત્પન્ન કરે છે. દેના વિજેતાઓ ઉપર આ ભક્તિરાગ એક પ્રકારને વેધક રસ છે. વેધક રસ જેમ ત્રાંબાને પણ સુવર્ણ બનાવવાની તાકાત ધરાવે છે, તેમ દેષના વિજેતાઓ ઉપરનો ભક્તિરાગ જીવરૂપી તામ્રને શુદ્ધ કાચનસમાન–સર્વ દોષ રહિત અને સર્વગુણ સહિત-શિવ-સ્વરૂપ બનાવવાની શક્તિ ધરાવે છે. દેષરહિતતા અને ગુણસહિતતા સમ વ્યાપ્ત છે. જેમ અંધકારને નાશ અને પ્રકાશને ઉદ્દગમ એક સાથે જ થાય છે, તેમ દેને વિજય અને ગુણોને પ્રકષ સમકાળે જ ઉદય પામે છે. વીતરાગ એ દેના વિજેતા છે, માટે જ ગુણોના પ્રકર્ષવાળા છે. એ રીતે વીતરાગ ઉપરની શ્રદ્ધામાં જેમ દાના વિજય ઉપરની શ્રદ્ધા વ્યક્ત થાય છે, તેમ ગુણના પ્રકર્ષની શ્રદ્ધા પણ અભિવ્યક્ત થાય છે. એ ઉભય ઉપરની શ્રદ્ધાથી જાગેલે ભક્તિરાગ જયારે તેના પ્રકર્ષપણાને પામે છે, ત્યારે આત્મા એક ક્ષણવારમાં વિતરાગ સમ બની જાય છે. નિગ્રંથ શ્રી જૈનશાસનમાં શ્રદ્ધેય તરીકે પ્રથમ નંબરે જેમ વીતરાગ છે, તેમ બીજે નંબરે નિથ છે. નિર્ગથ એટલે વીતરાગ નહિ, છતાં વીતરાગ બનવાને સતત પ્રયત્નશીલ. ગ્રન્થ એટલે ગાંઠ અથવા પરિગ્રહ. પરિગ્રહ શબ્દ મૂછના પર્યાય તરીકે ઓળખાય છે. આત્મા અને તેને ગુણે સિવાય જગતના કેઈપણ પદાર્થ ઉપર-મૂછના અત્યંત કારણભૂત સ્વશરીર ઉપર પણ મમત્વ કે રાગભાવ ધારણ કરે નહિ, એ નિર્ચન્થતાની ટોચ છે. આત્મા અને તેના ગુણો ઉપર રાગ એ મૂછ કે મમત્વ સ્વરૂપ નથી, કિન્તુ સ્વભાવેખલારૂપ છે. તેથી તે દેષરૂપ નહિ પણ ગુણરૂપ છે. નિર્ચન્થતા ઉપરની શ્રદ્ધા એ વીતરાગભાવ ઉપરની શ્રદ્ધાને જ એક ફણગો છે. વીતરાગ દેષરહિત છે, તે નિર્ચન્થ દેષ સહિત હેવા છતાં દેષ રહિત થવાને પ્રયત્નશીલ છે. દેશના અભાવમાં દોષ રહિત બની રહેવું, એ સહજ છે. દેશની હયાતિમાં દેષને આધીન ન થવું એ સહજ નથી, કિન્તુ પરાક્રમ સાધ્ય છે. દેના હલ્લાની સામે અડગ રહેવું અને દેને મૂળમાંથી ઉખેડી નાખવા માટે સતત મથ્યા રહેવું, એ જેનું સાધ્ય છે તે નિર્ચન્થતા વીતરાગતાની સગી બહેન છે–બહેન પણ છે. એવી નિર્ગસ્થતાને વરેલા મહાપુરૂષ પ્રત્યે શ્રદ્ધા “Respect for the Spiritual Heroes' વિતરાગતાની ભક્તિનું જ એક પ્રતીક છે. વીતરાગ ઉપર ભક્તિભાવ એ જેમ દેને દાહક અને ગુણને ઉત્તેજક છે, તેમ નિગ્રંથ ઉપરને ભક્તિભાવ પણ દેશદાહક અને ગુણેત્તેજક છે. શ્રુત-ચારિત્રધર્મ શ્રી જૈનશાસનમાં શ્રદ્ધેય તરીકે પહેલો નંબર વીતરાગને અને બીજો નંબર નિત્થને છે, તેમ ત્રીજે નંબર વીતરાગે કહેલા અને નિષે પાળેલા કૃતધર્મ અને ચારિત્રને આવે છે. શ્રતધર્મની શ્રદ્ધા એટલે વીતરાગના વચન સ્વરૂપ શાસે બતાવેલા પદાર્થો અને તો ઉપરને વિશ્વાસ. “જીવાદિક દ્રવ્ય અને મોક્ષાદિક તત્ત્વનું નિરૂપણ શાસ્ત્રમાં જે રીતે કર્યું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy