SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ રક મ દ દ = = = = - - - ૪૩૦ દૂધ સં૦ ભાવ ૨ વિ૦ ૩–ગા૦ ૧૨૬ હવે કહ્યું કે-“મહામુનિવરિત્રાનાં રથનં મિથ એટલે મહાત્માસ્થૂલભદ્રમુનિ, આર્યવાસ્વામિજી, વિગેરે પૂર્વકાલીન મહામુનિઓનાં ચરિત્રનું (જીવનચર્યાનું) પરસ્પર શ્રવણ કરવુંકરાવવું તે પણ સાપેક્ષ યતિધર્મ છે. ભાવાર્થ એમ છે કે-સાધુએ પ્રતિદિન દિનચર્યારૂપે સ્વાધ્યાય (પડિલેહણ) પ્રતિકમણાદિ કાર્યો કરવા અને સ્વાધ્યાયાદિ કરતાં શ્રમિત થાય ત્યારે સ્થિરઆસન વિગેરે વિધિપૂર્વક બેસીને સવેગ (સંસારને ઉદ્વેગ અને મોક્ષને રાગ) વધારે તેવી મહર્ષિઓની કથા-વાર્તાઓ કરવી અને સાંભળવી. કહ્યું છે કે – “વાસંતો, તિસ્થાણુવાળું ! | હું કળ, વિવેઢ વિહિના IP સ્ત્રવતુ-૧૦૨ા ભાવાર્થ-સ્વાધ્યાયાદિ કરતાં શ્રમિત થએલો સાધુ સ્થિરઆસન વિગેરે વિધિપૂર્વક બેસીને તીર્થકરના કુલને અનુરૂપ ધર્મને સેવનારા મહામુનિઓની સંવેગની વદ્ધિ કરે તેવી ધાર્મિક કથાઓ (વાર્તાઓ) કરવી. (સાંભળવી)૨૮૨ સાધના-સિદ્ધિ કરવાનું કહેલું છે, તેથી વિપરીત એટલે અધિકારથી ન્યૂનાધિક પ્રવૃત્તિ કરનારને ગુણને બદલે દેષ થાય છે, ઈત્યાદિ શાસ્ત્ર રહયે વિચારતાં એક ઔચિત્યમાં સર્વધર્મને અન્તર્ભાવ થઈ શકે છે. એક ઔચિત્ય વિના મોટા પણ ગુણ શેભતા નથી અને ઔચિત્યની સામે મેટા પણ દેશે ટકતા નથી. ઠેધાદિ કષાયો તથા વિષયાદિ જડ પદાર્થો પ્રત્યેના રાગ-દ્વેષ, વૈર-વિરોધ, વિગેરે અનાદિ અતરંગ શત્રુઓ ઔચિત્યની સામે અકિચિકર બને છે અને બાહ્ય શત્રુઓ પણ મિત્ર બની જાય છે. કંઈ અવસ્થા એવી નથી કે જેમાં ઔચિત્ય વિના ચલાવી શકાય. એ કારણે જ ત્રણ-ચાર જ્ઞાનના ધણી શ્રીતીર્થ કરે પણ ઔચિત્યને લેશ અનાદર કરતા નથી. ઔચિત્યથી મિત્રી વિગેરે ચાર ભાવનાઓ સિદ્ધ થાય છે અને એ સિદ્ધિના બળે શેષ સર્વ ગુણાની સિદ્ધિ થઈ શકે છે. માટે જ અહીં કહેલા વિહારના વિધિમાં જ નહિ, સાધુજીવનનાં પ્રત્યેક અનુષ્ઠાનમાં ઔચિત્યનું વિધાન મુખ્ય તરી આવે છે. વધારે શું ? ઉત્સર્ગ અને અપવાદ પણ ઔચિત્યનાં જ બે પડખાં છે. ઈત્યાદિ ઔચિત્યનું મહત્વ વિશિષ્ટ છે, “અનાદિ જડ વાસનાઓના બળે અજ્ઞાન જીવને રાગ-દ્વેષાદિ કે કામ ક્રોધાદિ શત્રુએ આ ઔચિત્યરૂપી રત્નને નાશ કરાવી પવિત્ર સાધુતાથી ભ્રષ્ટ કરે છે ઈત્યાદિ સમજાય તે સર્વ વ્યવહારને અલંકારરૂપ ઔચિત્ય અપકારક બને. ૨૮૨-અનુમાન પ્રમાણને દષ્ટીન દ્વારા દઢ કરી શકાય છે તેમ આગમ પ્રમાણને (આમ પુરૂએ આગમમાં કહેલા અતીન્દ્રિય ભાવને) પણ કથાનુગરૂપ તે તે પ્રકારનાં ચરિત્રોથી શ્રદ્ધાને વિષય બનાવી શકાય છે. એટલું જ નહિ, જીવને સ્વભાવ અનુકરણ કરવાનું હોવાથી મહામુનિઓની કથાઓ સાંભળતાં ગુણના રાગને વેગે તેઓ પ્રત્યે આત્મામાં પૂજ્યભાવ પ્રગટે છે, તેનાથી મેહનીય વિગેરે કર્મો ખપે છે, તેના ફળરૂપે તેવું વિશિષ્ટ જીવન જીવવાના મનોરથ થાય છે, તેને યોગ્ય શક્તિ (વીર્ય) ઝૂરે છે, અને તેવું જીવન જીવવા આત્મા પ્રેરાય છે. ઉપરાંત તેવા પૂજયભાવથી પ્રમોદભાવનાની સિદ્ધિ થાય છે, એથી ગુણનાં પ્રતિબન્ધક નિમિત્તે નબળાં પડી જાય છે અને ગુણસાધક સામગ્રીને સંયોગ થાય છે. એટલું જ શા માટે ? ભૂતકાળમાં વ્યતીત થઇ ગએલા પણ તે મહામુનિએની મિત્રી, પ્રમાદ, કરૂણ અને ઉપેક્ષાને સાંભળીને શ્રેતામાં પણ તે તે ભાવનાઓ સિદ્ધ થતી જાય છે કે જે ભાવનાએ સમગ્ર સાધુજીવનનું મૂળ છે, જેના વિના સાધુતા પ્રગટતી નથી ટકતી નથી, વૃદ્ધિ પામતી નથી અને સફળ પણું થતી નથી. એમ મહાપુરૂષાની કથાઓના શ્રવણથી મહાવ્રતના પાલન માટેની વિપુલ સામગ્રી પ્રાપ્ત થાય છે. તેમાં એકાગ્ર બનેલું મન ચાંચલ્ય રહિત-કુશળ બને છે, વચનથી મૌન થાય છે અને અહીં કહ્યા પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy