SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ દૂધ સંભા. ૨ વિ. ૩–ગાહ ૯૮ આહાર પૈકી કઈ વસ્તુ ખાવી તે દ્રવ્યથી રાત્રિભોજન, ક્ષેત્રથી-મનુષ્ય લોકમાં, કારણ કે–રાત્રિ ત્યાં જ હોય છે (મનુષ્યલક સિવાય રાત્રિ-દિવસને વ્યવહાર બીજે નથી), કાળથી-દિવસે અથવા રાત્રે અને ભાવથી-કડવું, તીખું, તુરું, ખાટું, મીઠું, કે ખારૂં, કોઈ પણ ઈષ્ટ અનિષ્ટ સ્વાદ પ્રત્યે રાગ કે દ્વેષ કરવા પૂર્વક ભજન કરવું તે “ભાવથી રાત્રિભૂજન કહેવાય.” ઈત્યાદિ. * “એ રાત્રિભેજન સ્વયં કર્યું (ખાધું), બીજાને કરાવ્યું અથવા બીજાઓએ કરેલા રાત્રિભોજનને સારું માન્યું, તેને નિન્દુ છું” વિગેરે પૂર્વ પ્રમાણે જાવજીવ સુધી આશંસા વિનાનો હું સર્વ રાત્રિભેજનને સ્વયં કરીશ નહિ, બીજાઓને રાત્રિભોજન કરાવીશ નહિ, અને બીજા રાત્રિભેજન કરનારાઓને સારા માનીશ નહિ.” ઈત્યાદિ. આ રાત્રિભેજનની વિરતિ નિયમા હિતકારી છે” વિગેરે. શેષ અર્થ પૂર્વવત્ - “હે ભગવન! હું આ છઠ્ઠા વ્રતમાં (પાલનમાં) ઉપસ્થિત તૈયાર) થ છું, એ કારણે સર્વ (પ્રકારના) રાત્રિભેજનને હું વિરામ (ત્યાગ) કરું છું.(૬) હવે એ સર્વ (છ એ) વ્રતોની એક સાથે ઉચ્ચારણા (સ્તુતિ) કરે છે કે " इच्चेइयाई पंचमहन्वयाई राईभोयणवेरमणछट्ठाई अत्तहिअट्टयाए(ट्टाए) उपसंपज्जित्ता णं विहरामि" વ્યાખ્યા–એ ઉપર જણાવ્યા તે પાંચ મહાવ્રત કે જેની સાથે રાત્રિભૂજન વિરમણ વ્રત છઠું છે, તે (અર્થાત્ છએ) વ્રતેને હું મારા આત્માના હિત માટે સમ્યફ સ્વીકાર કરીને વિચરૂં (પાલન કરું) છું” હવે ક્રમશઃ તે મહાવ્રતોના અતિચારેને કહે છે "अप्पसत्था य जे जोगा, परिणामा य दारुणा । पाणाइवायस्स वेरमणे, एस वुत्ते अइक्कमे ॥१॥ तिव्वरागा य जा भासा, तिव्वदोसा तहेव य । मुसावायस्स वेरमणे, एस वुत्ते अइक्कमे ॥२॥ उग्गहं च अजाइत्ता, अविदिन्ने अ उग्गहे । अदिनादाणस्स वेरमणे, एस वुत्ते अइक्कमे ॥३॥ सद्दारूवारसागंधा-फासाणं पवियारणे (णा)। मेहुणस्स वेरमणे, एस वुत्ते अइक्कमे ॥४॥इच्छा मुच्छा य गेही य, कंखा लोभे अ दारुणे। परिग्गहस्स वेरमणे, एस वुत्ते अइक्कमे ॥५॥ अइमत्ते अ आहारे, सूरखित्तमि संकिए । राईभोयणस्स वेरमणे, एस वुत्ते अइक्कमे ॥६॥ વ્યાખ્યા-અજયણથી ચાલવું બોલવું વિગેરે કરાતિય જે થોડા =હિંસાજનક વ્યાપારે (પ્રવૃત્તિ) અને પરિણામ તા.=દારૂણ પરિણામને એટલે એને હણવાના રૌદ્ર (ધ્યાન રૂપ જે) અધ્યવસાયે, તેને પ્રાણાતિપાત વિરમણ મહાવ્રતમાં અતિ =અતિચાર કહે છે, (માટે તેને તજ જોઈએ) એમ માનીને તે અતિચારેને તજે. એમ સર્વ મહાવ્રતોની ગાથાઓમાં (અધુરે) વાક્યર્થ સ્વયં જેડ. (૧) તીવ્ર =ઉત્કટ વિષયના રાગવાળી જે ભાષા, તથા તીવ્રષા ઉગ્ર મત્સરવાળી જે ભાષા (અર્થાત ઉત્કટ રાગ કે દ્વેષ પૂર્વક બોલાતું વચન) તેને મૃષાવાદ વિરમણ મહાવ્રતમાં ગતિમ = અતિચાર કહ્યો છે માટે તેને તજ જોઈએ), એમ માનીને તેને તજે. (૨) શકયું અચારિત્ના માલીક પાસેથી કે તેણે જેને ભળાવે હેય તેવા બીજા પાસેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy