SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર “મિતિજ્ઞાપoઅને તેને અર્થ) સાથે યુદ્ધ કરવા વિગેરેનું સ્વપ્ન આવવાથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ૦, આ આકુળવ્યાકુળતા પણ મૂળગુણ અને ઉત્તરગુણ સંબન્ધી એમ બે પ્રકારની હોય છે, તેથી તેને જુદી જુદી જણાવે છે કે-“શ્રીવૈપતિ =અબ્રહ્મસેવનની આકુળ-વ્યાકુળતાથી, “દષ્ટિપર્યાસિયા =રૂપને જેવાના અનુરાગના યોગે સ્ત્રીને જેવારૂપ દષ્ટિ વિકારથી થયેલી આકુળ-વ્યાકુળતાથી, એ પ્રમાણે મનોવૈશિ =મનમાં સ્ત્રીનું ધ્યાન કે ચિન્તન કરવા રૂપ મનેવિકારથી થએલી આકુળવ્યાકુળતાથી, તથા “નમોનનપસિચ=રાત્રે આહાર પાણી વાપરવાઈત્યાદિ વિપરીત વર્તન કરવા સંબન્ધી આકુળ-વ્યાકુળતાથી, અર્થાત્ નિદ્રામાં છે તે પ્રકારની આકુળ-વ્યાકુળતાને કારણે અબ્રહ્મ સેવનનું, સ્ત્રીના રૂપને જોવાનું, તેના ચિન્તનનું, કે આહાર પાણી વાપરવાનું, આવા સ્વપ્નો આવવાથી “યો મા વૈવસિ: તિવાર: શતઃ મેં દિવસ સંબન્ધી જે જે અતિચાર કર્યો હોય તે મિથ્યા મે સુબ્રત=મારું પાપ મિથ્યા થાઓ ! પ્રશ્ન-સાધુને દિવસે શયનને નિષેધ હોવાથી સ્વપ્ન સંબધી આવા અતિચારે દિવસે કેવી રીતે લાગે ? ઉત્તર-પ્રશ્ન બરાબર છે, પણ આ પાઠ જ એમ જણાવે છે કે વિહારથી થાક લાગ્યો હોય ઈત્યાદિ કારણે સાધુ દિવસે પણ શયન કરે તો આવા અતિચારો પણ સંભવિત છે. એમ નિદ્રાના અતિચારેનું પ્રતિક્રમણ કહીને ગોચરીના અતિચારોનું પ્રતિક્રમણ કહે છે કે "पडिक्कमामि गोअरचरिआए भिक्खायरिआए उग्घाडकवाडुग्घाडणयाए साणावच्छादारासंघट्टणयाए मंडीपाहुडिआए बलिपाहुडिआए ठवणापाहुडिआए संकिए सहसागारिए अणेसणाए पाणेसणाए पाणभोअणाए बीअभोअणाए हरिअभोअणाए पच्छेकम्मिआए पुरेकम्मिआए अदिट्ठहडाए दगसंसट्टहडाए रयसंसट्ठहडाए पारिसाडणिआए पारिठावणिआए ओहासणभिक्खाए जं उग्गमेणं उप्पायणेसणाए अपरिसुद्धं परिग्गहिरं परिभुत्तं वा, जं न परिट्ठविअं तस्स मिच्छा मि दुक्कडं ॥" વ્યાખ્યા-પ્રતિક્રિ ="પ્રતિક્રમણ કરું છું શાનું? ગોચરી કરવામાં લાગેલા અતિચારનું, એમ સર્વત્ર અર્થને સંબન્ધ સમજવો. વિરચા =ગાયનું ચરવું તે નર અને એ ગોચરની જેમ ‘ =ભ્રમણ કરવું તે ચર્ચા કહેવાય, તેમાં લાગેલા અતિચારનું પ્રતિ, કયા વિષયમાં ? “મિક્ષાચામું=આહાર માટે ભ્રમણ કરવા રૂપ ભિક્ષાચર્યામાં, અર્થાત્ આહારાદિ માટે ગોચરી ફરતાં લાગેલા અતિચારનું પ્રતિક્રમણ કરું છું, તે અતિચારે આ પ્રમાણે છે, જરૂરી વસ્તુ મળે કે ન મળે પણ સાધુ તેની અપેક્ષા વિનાને હોવાથી ચિત્તમાં દીનતા રહિત હોય, અર્થાત્ મળે તે સંયમવૃદ્ધિ અને ન મળે તે તપવૃદ્ધિ, એમ ઉભયથા લાભને માને, માટે જ મળવા–ન મળવાની અપેક્ષાના અભાવે દીનતા વિનાને, વળી ઉત્તમ(ધનિકનાં), અધમ(દરિદ્રોના) અને મધ્યમ(સામાન્ય લોકોનાં ઘરોમાં, ઈષ્ટ કે અનિષ્ટ વસ્તુ મળે તે પણ રાગ-દ્વેષ વિના સર્વત્ર ગોચરી ફરે, એ સાધુને આહાર લેવાનો વિધિ છે, તેમાં અતિચાર કેવી રીતે લાગે ? તે કહે છે કે પાટીદારના=‘ઉદ્દઘાટ' એટલે માત્ર સાંકળ ચઢાવેલું કે અલ્પમાત્ર બન્ધ કરેલું–અડકાવેલું, “કપાટ=કમાડ (અને ઉપલક્ષણથી જાળી–આરી-કબાટ-કોઠાર) વિગેરેને ઉદ્દઘાટનયા=સંપૂર્ણ ઉઘાડવાથી, અહીં વિના પ્રમાજે ઉઘાડવાથી અતિચાર જાણવો. શ્વાનવત્સતારસંપન=કુતરાને, વાછરડાને કે ન્હાના બાળકને, ઉપલક્ષણથી બીજા પણ તિર્યચ્ચ વિગેરેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy