SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ [ધસં૦ ભા. ૨ વિ૦ ૩-ગાટ ૯૩ કમે, અર્થાત પહેલાં બહારનાં (ગામના છેડે આવેલાં) છેલ્લાં ઘરોમાં ગોળ શ્રેણીએ ફરતાં અનુક્રમે અંદર અંદરનાં ઘરમાં ફરતાં છેલે ગામની વચ્ચેનાં ઘરમાં ફરવું, તે બાહ્યશખૂકા ગોચરભૂમિ સમજવી. એનું સ્વરૂપ પાછળની સ્થાપનાથી સ્પષ્ટ સમજાશે. "काले अभिग्गहो पुण, आई मज्झे तहेव अवसाणे । अप्पत्ते सइकाले, आईबितिमज्झतइअंते ॥१" (पञ्चवस्तु-गा० ३०१) ભાવાર્થ “ભિક્ષાકાળ થયા પહેલાં ગોચરી ફરવું તે આદિ, ભિક્ષાકાળે ફરવું તે બીજે મધ્ય અને ભિક્ષાકાળ વ્યતીત થયા પછી ફરવું તે ત્રીજે અત્ય, એમ આદિ મધ્ય કે અન્ય, કે એક કાળે ગોચરી ફરવાને નિશ્ચય તે ત્રીજે “કાળઅભિગ્રહ' સમજો. વળી– " उक्खित्तमाइचरगा, भावजुआ खलु अभिग्गहा हुंति । गाअंतो अ रूअंतो, जं देइ निसण्णमाई वा ॥३०३॥ ओसकण अभिसक्कण, परंमुहोऽलंकिओ व इयरो वि । भावण्णयरेण जुओ, अह भावाभिग्गहो णाम ॥३०४॥” पञ्चवस्तु०॥ ભાવાર્થ-“મૂળભાજનમાંથી ગૃહસ્થ હાથ, કડછી, વિગેરેમાં ઉપાડી હોય, અથવા મૂળ ભાજનમાંથી લઈને જમવાના પાત્રમાં મૂકેલી હોય, તેવી ભિક્ષા મળશે તો જ લઈશ, અથવા ગાયન કરતે, રડતે, બેઠેલે કે ઉભે રહેલો દાતા આપશે તે જ લઈશ, કે “પાછો ખસ (દર હટતો) સામે આવતે, પરાભુખ (અવળ મુખવાળો), આભરણ-અલક્કાર પહેરેલે, કે અલકાર વિનાનો, વિગેરે અમુક અમુક રીતે દાતા જે આપશે તે જ લઈશ, એવા નિયમને‘ભાવ અભિગ્રહ જાણ.” એ રીતે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી અભિગ્રહનું સ્વરૂપ જણાવીને હવે પુરૂષની અપેક્ષાએ તેનું સ્વરૂપ-અર્થાતુ આવા અભિગ્રહ કોણ કરે? તે કહે છે કે – __ "पुरिसे पडुच्च एए, अभिग्गहा णवरि एत्थ विण्णेया। सत्ता विचित्तचित्ता, केई सि(सु)ज्झंति एमेव ॥१॥" (पञ्चवस्तु गा० ३०५) ભાવાર્થ–“માત્ર આવાં અનુષ્ઠાનની રુચિવાળા સત્ત્વશાળી સાધુઓને ઉદ્દેશીને જ જેનશા સનમાં આ અભિગ્રહો કહેલા છે. કારણ તે જ વિચિત્ર અભિપ્રાય (રૂચિ)વાળા હેવાથી કેઈ આવા અભિગ્રહો પાળીને કમલને ક્ષય કરી શુદ્ધ થાય છે. ૮૪ ૮૪-અભિગ્રહ એટલે અમુક નિશ્ચય, પ્રતિજ્ઞા પચ્ચકખાણ, વિગેરે કહેવાય છે તેને મહિમા એ છે કે અભિગ્રહ કરતાં પહેલાં પોતાને અસમર્થ સમજતો જીવ અભિગ્રહ કર્યા પછી સમર્થ બની જાય છે. અર્થાત્ અભિગ્રહના બળને સાથ મળતાં વીર્ય ફ્રાયમાન થાય છે. આ માત્ર કલ્પના નથી, અનુભવથી સમજાય તેવું તત્વ છે. કારણ કે અભિગ્રહ નિશ્ચયરૂપ છે અને નિશ્ચયનું બળ અચિન્ય છે. માટે શાસ્ત્રકરેએ કઈ પણ કાર્યની સિદ્ધિમાં પ્રણિધાનરૂપે નિશ્ચયને પ્રાથમિક અફૂગ તરીકે સ્વીકાર્યો છે. આ નિશ્ચય કરતાં જ તેનું વિરોધી બળ નબળું પડે છે અને સહાયક તર પ્રગટવા માંડે છે. આ કારણે જ દુન્યવી વ્યવહારમાં પણ કેલ કરાર, લેખ, દસ્તાવેજ વિગેરે સ્વીકારાયાં છે. અહીં અનાદિ આહાર સંજ્ઞાને કે રસની લુપતાને નિર્બળ કરવા માટે કરેલા આવા અભિગ્રહો સાધુતાને ઘણી નિર્મળ બનાવી જિનાજ્ઞાના શુદ્ધ પાલનનું સામર્થ્ય (ઉત્સાહ) પ્રગટ કરે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy