________________
[ધ સં૦ ભા. ૨ વિ. ૩-ગાટ ૮૪ થી ૮૫ વિગેરે ગુણો છે, તેના નાશથી સર્વ ઈચ્છાઓ પણ નાશ પામે છે.)
શ્રીગૌતમગણધરના પ્રશ્નથી શ્રમણભગવનમહાવીરે પણ કહ્યું છે કે–એકમાસથી વધતાં અનુક્રમે બારમાસના ચારિત્રપર્યાયવાળો સાધુ કમશ: વાણવ્યન્તર દેથી માંડીને અનુત્તરવિમાનવાસી દેના સુખને પણ અતિક્રમી જાય છે અને પછી તે ચારિત્રની વિશુદ્ધિ વધતાં તે) શુક્લ (કર્મોથી નિર્મળ-હલકે) અને શુક્લાભિજાત્ય (આશય-પરિણામથી પણ અતિવિશુદ્ધ) થઈને આત્મસુખને અનુભવતે શ્રેષ્ઠાતિશ્રેષ્ઠ ભાવેને (અધ્યવસાને) ભજ સર્વોત્તમ સ્થાનરૂપ મોક્ષને પામે છે.
એમ વિશુદ્ધ થતી શુક્લલેશ્યાના શુદ્ધઆશયના) બળે પ્રગટ થતા નિર્મમભાવથી સાધુઓને જ સાચું સુખ હોય છે (એ વાત યુક્તિસગ્ગત પણ છે) અને તેથી તેઓને ગૃહવાસને ત્યાગ પાપોદયનું નહિ, પણ પુણ્યના પરિપાકનું અનુમાન કરાવે છે, એ નિશ્ચિત છે.
ઉપર્યુક્ત પ્રશ્નોત્તર (શ્રીભગવતીજીના અ૦ ૧૪માં ઉ૦ ૯ સૂત્ર ૫૩૭માં) આ પ્રમાણે છે. પ્રશ્ન-હે ભગવન્ત! વર્તમાનમાં જે આ શ્રમણનિન્થ છે તેઓ તેનાથી વધારે સુખી છે?
ઉત્તર–હે ગૌતમ ! એક માસના ચારિત્રપર્યાયવાળા શ્રમણ-નિર્ચો વાણવ્યન્તર દેવાથી પણું વધારે સુખી છે, બેમાસપર્યાયવાળા અસુરકુમારનિકાય સિવાયના શેષ ભવનપતિદેવોથી, ત્રણમા પર્યાયવાળા અસુરકુમારનિકાયના દેવોથી, ચારમાસપર્યાયવાળા ગ્રહોથી, નક્ષત્રોથી અને તારાઓથી, પાંચમા પર્યાય થતાં ચન્દ્ર-સૂર્યનાં સુખોથી, એમ છમાસપર્યાયવાળા સૌધર્મ–ઈશાન દેવલોકનાં, સાતમાસના પર્યાયવાળા સનતકુમાર-મહેન્દ્ર કલ્પનાં, આઠમાસના પર્યાયવાળા બ્રહ્મ અને લાન્તકદેવકનાં નવમાસને પર્યાય થતાં મહાશુક્ર અને સહસ્ત્રારદેવલોકનાં, દશમાસના પર્યાયવાળા આનત–પ્રાણત-આરણ અને અમ્રુતદેવલોકના, અગીયારમાસના પર્યાયવાળા નવગ્રેવેયકનાં અને બારમાસના પર્યાયવાળા સાધુઓ અનુત્તરવિમાનવાસીદેનાં સુખેથી પણ વધારે સુખી હોય છે. પછી પર્યાય વધતાં શુક્લ એટલે અખણ્ડ આચારવાળા, મત્સરથી રહિત, કૃતજ્ઞ, સપ્રવૃત્તિવાળા અને ઉત્તરોત્તર હિતને સાધતા તેઓ પરિણામે શુક્લાભિજાત્ય એટલે પરમનિર્મળ થઈને સિદ્ધ થાય છે, અત્યન્ત શાન્તિને પામે છે, સર્વ દુઃખોને સર્વકાળ માટે અને કરે છે.
પ૧-અલ્પબુદ્ધિથી સમજાય તેવી વાત છે કે-પરાયીનતા પાપોદય અને સ્વાતંત્ર્ય પુણ્યોદયે મળે છે. જીવ અનાદિ કાળથી શરીરને, ઇન્દ્રિઓને અને એના વિષયોને પરાધીન છે, તેની પ્રાપ્તિ માટે જન્મજન્મ અનેકની તાબેદારી ઉઠાવતે આવે છે, આ તાબેદારીનું મૂળ વિષયોને રાગ-મેહ છે, એ વાત સહજ સમજાય તેવી છે. આત્માને પૂછીએ કે એવી વિષયાદિની તાબેદારીથી જન્મજન્મ જગતની ગુલામી કરવી તે પુણોદય કે એ વિષયોને વિરાગ કેળવી શરીરની પણ જીવવા પુરતી સંભાળ કરી આત્મગુણેમાં આનન્દ અનુભવ તે પુણોદય ? વસ્તુતઃ મિથ્યાત્વરૂપી પાટાથી જ્ઞાનચક્ષુઓ ઢંકાઈ ગયાં છે માટે જીવ જગતમાં તત્ત્વ-અતત્વને વિવેક કરી શકતું નથી, એનું જ પરિણામ છે કે તે પિતે જ તેના સાચા સુખને દ્રષી બન્યા છે અને સુખના નામે દુ:ખને પક્ષ કરી રહ્યો છે.
પર-સન્તોષ અથવા ઈછાને ધ એ મહાન તપ છે, તે જ સર્વ તપનું બીજ અથવા પ્રાણુ છે. બીજમાંથી અકર-થડ-ડાળાં-પત્રો-પુષ્પ અને ફળો બધું પ્રગટે છે તેમ મેહના ઉદયથી પ્રગટતી જડવસ્તુઓની ઈચ્છાનો રેપ કરવાથી પરિણામે સર્વથા રાગ-દ્વેષાદિથી મુક્તિરૂપ પૂર્ણ આત્માનન્દ પ્રગટે છે. એ નિર્મળબુદ્ધિથી સહજ સમજાય તેવી વાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org