________________
-
--
-
-
-
ઝ૦ ૪-જન્મકુ–પ્રભુપ્રતિષ્ઠાને વિધિ ]
૬૮૭ કરાવીને યોગ્ય આસને સ્થાપવું. (૧૬) તથા ઉપર જણાવ્યા તેવા શુભ મુહૂર્ત અથવા મન-વચન -કાયાના શુભ યોગેપૂર્વક પ્રતિષ્ઠાના સમયે ચારેય દિશામાં એક સો હાથપ્રમાણુ કે તેથી પણ અધિક ભૂમિમાં અવશ્ય શુદ્ધિ કરાવવી, (ચારેય દિશામાં એટલી ભૂમિ ઈ--તપાસીને, જે ત્યાં હાડકાં-માંસ કે અશુચિ વગેરે હોય તો તેને અવશ્ય દૂર કરાવવું) જિનમંદિરમાં સુગંધી ચૂર્ણ, પુષ્પો તથા ધૂપ વગેરેથી સત્કાર કરવો (૧૭), પછી ઈન્દ્ર' વગેરે દશ દિગપાલની તથા સોમ-ચમ -વરણ અને કુબેર ચાર કપાલદેવો, કે જેઓ “અનુક્રમે પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર દિશાના અધિષ્ઠાતા છે અને અનુક્રમે ખ–દંડ-પાશ અને ગદા, એ આયુધવાળા છે,” તેઓની સમવ રણના ક્રમથી પૂજા કરવી; કેટલાક આચાર્યો કહે છે કે-માત્રદિગુપાલો કે લોકપાલની જ નહિ પણ સર્વ દેવોની પૂજા કરવી (૧૮). પછી ચન્દ્ર-નક્ષત્ર-લગ્ન આદિ શુભ હોય તેવા ઉત્તમ મુહુર* જિનપ્રતિમાને ગીત–ગાન-
વાત્ર આદિ મંગલપૂર્વક અથવા ચંદન વગેરેનું મંગલ કરવાપૂર્વક, જ્યાં પ્રતિષ્ઠા કરવાની હોય ત્યાં પધરાવવી, પછી પ્રતિષ્ઠાક૯પમાં જણાવ્યા પ્રમાણે સુગંધી ચૂર્ણ–વાસ વગેરેથી મિશ્રિત કરેલા ઉત્તમ-પવિત્ર જળ તથા લાલ ઉત્તમ માટી વગેરેથી તેની અધિવાસના કરવી (જિનપ્રતિમાની શુદ્ધિ કરી તેને પ્રતિષ્ઠાગ્ય બનાવવી) (૨૧). વળી જળથી પૂર્ણ ભરેલા કુંભ(ઘડા), કે જેમાં સોનામહોર-રૂપાનાણું કે રત્નની સ્થાપના કરી હોય, કંઠ હાથના કાંતેલા સુતરથી ભરેલી ત્રાકમાંથી ચાર તારવાળું (જીવા) સુતર બાંધ્યું હોય, જુદી જુદી જાતિનાં પુષ્પથી જે ઘડાઓને પૂજ્યા હોય, (ગળામાં પુષ્પના હાર વગેરે નાખ્યા હેય), તેવા ઘડાઓ પ્રતિમાની ચારેય દિશામાં સ્થાપન કરવા (૨૨), પછી ત્યાં ઘી-ગાળથી પૂર્ણ “મંગલ દીપક કરવા, કે જે દીપકમાં ઉત્તમ શેરડી-સાકર વગેરે મૂકેલાં હોય, અથવા બીજી રીતિએ ધી-ગાળથી પૂર્ણ મંગલ દીપકે કરવા અને ઉત્તમ શેરડીના સાંઠા, કેળ વગેરે ઉત્તમ વૃક્ષે મૂકવાં, (શેરડીના સાંઠા અને કેળના સ્તંભ વગેરેને મંડપ કરે) તથા શરાવ વગેરેમાં વાવેલા જવાં. કુરા (જવારા), ચંદન-શ્રીખંડ વગેરેના વર્ગો (વિલેપને ) અને સ્વસ્તિક તથા નંદાવર્ત વગેરે, જેમ સુંદર અને સુશોભિત બને તેમ ત્યાં સર્વ સામગ્રી મેળવવી (૨૩). પછી પહેલા ( અધિવાસનાના) દિવસે ઋદ્ધિ-વૃદ્ધિ નામની ઓષધિઓથી યુક્ત મંગલસ્વરૂપ વિચિત્ર કંકણદોરા (મંગલસૂત્ર) પ્રતિમાના હાથે બાંધવા તથા કેશર–બરાસ-કસ્તુરી વગેરેથી મિશ્રિત ચંદનનું શ્રીજિનપ્રતિમાને વિલેપન કરવું (૨૪) માંગલિક વસ્ત્ર-આભૂષણે વગેરે પહેરેલી (સધવા) ઓછામાં ઓછી ચાર સ્ત્રીઓ પાસે “અવમાનન” એટલે “પંખણ કરાવવાં, પંખણુમાં ચારથી વધારે સ્ત્રીઓ. ને પણ નિષેધ નથી, એ પંખનારી સ્ત્રીઓનાં વસ્ત્રાભરણાદિ જેમ વધારે ઉત્તમ તેમ આ કાર્યમાં વધુ શ્રેયસ્કર જાણવાં. (૨૫). અધિવાસના વખતે ઉત્તમ જાતિનાં ચંદન-અગુરૂ-કર-પુપિ:આદિ દ્રવ્યથી જિનપ્રતિમાની શ્રેષ્ઠ પૂજા કરવી, તથા ઉત્તમ જાતિની વ્રીહિ-કમેદ-ચેખા વગેરે ઔષધિઓ, શ્રીફળ-દાડિમ વગેરે ફળો, વસ્ત્ર, મેતી તથા રન વગેરે ઉત્તમ દ્રવ્યો વડે ઉત્કૃષ્ટ પૂજા કરવી (૨૯), સારા પ્રમાણમાં ધનને વ્યય કરીને (ઉદારતાપૂર્વક) અનેક જાતિનાં ઉત્તમ નૈવેદ્ય, જુદી જુદી જાતિના ઉત્તમ ગંધ, વિવિધ જાતિનાં ઉત્તમ પુષ્પો અને અનેક જાતિનાં ઉત્તમ સુગં.
૧૨. આ ક્રમનું વર્ણન દીક્ષાપચાશકની ગાથા ૧૨ થી રરમાં કરેલું છે, તે ત્યાંથી સમજી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org