________________ સત્યવાદી શેઠ મણીલાલ હરિલાલને ટૂંક પરિચય અમદાવાદની ગુસા પારેખની પિળમાં વસતા, દશાશ્રીમાળી જ્ઞાતિના, સત્યવાદી તરીકે પ્રસિદ્ધ થયેલા કુટુંબમાં સંવત ૧૯૨૮ની આસો શુદિ પના દિવસે શ્રીહરિલાલભાઈને ત્યાં શ્રીમતી બાઈ વાજીબહેનની કુક્ષિથી શ્રીમણિભાઈનો જન્મ થયે હતા. શ્રીહરિભાઈને શિવાભાઈ અને તેથી નાના મણિભાઈ એમ બે પુત્રો હતા. હરિભાઈ પોતે સબજાજ હતા, એટલે પુત્રને બાલ્યકાળ સંસ્કારપૂર્તિ માટે સારે જ હેય. મણિભાઈના સંસ્કાર સેનામાં સુંગધસમાં હતા યુવાવસ્થામાં આવતા તેઓ વિનયાદિ ગુણોથી સુશોભિત બની વિદ્યાગ્રહણ કરવામાં કુશળ થયા, અને ઉચ્ચ અભ્યાસમાં ડૉકટરી લાઈનમાં એલ. એમ. એન્ડ એસ સુધી અભ્યાસ કર્યો. આ શિક્ષણ તેમણે મુંબઈમાં શેઠ મનસુખ ભાઈ ભગુભાઈની મુંબઈની પેઢીમાં રહી મેળવ્યું હતું વ્યવહારિક શિક્ષણ સાથે તત્ત્વબોધક ધાર્મિક-શિક્ષણ પણ લીધું હતું અને છ કર્મગ્રન્થ જેવા દ્રવ્યાનુયેગના મહાન ગ્રંથને અભ્યાસ કર્યો હતે. અધ્યાત્મપ્રિય તે તેઓ સ્વભાવથી જ હતા, જેથી અધ્યાત્મકલ્પદ્રુમ, ઉપમિતિ ભવપ્રપંચ કથા તથા શાંતસુધારસ ભાવના આદિ આધ્યાત્મિક ગ્રંથાએ તેમના જીવનને ઉન્નત અને નૈતિક બનાવ્યું હતું. આવા ઉચ્ચ ગ્રંથનું પરિશીલન કરવાથી અનુમોદનીય અડગ શ્રદ્ધા અને તપશ્ચર્યા આ બે ફળે મણિભાઈને પ્રાપ્ત