________________ 22 જહાને વાતની જાણ થઈ. શેઠે શહેનશાહને કહ્યું-ગુજરાત આખું સૂબાના આ કરપીણ કૃત્યથી ખળભળી ઉઠયું છે. જ્યારે શું થાય? તે કહેવાય નહિં. હજુરે તુરત સૂબા ઉપર હુકમ કર્યો કે - તે દહેરાસર તુરત શેઠને સુપ્રત કરે. જે કંઈ તેમાં ફેરફાર કર્યો હોય તે પાડી નાખો-કાઢી નાખો. પ્રથમ જેના કબજામાં જે રીતે હોય તે રીતે સેંપી દેવું. કેઈએ તેમના ધર્મકામમાં ડખલ કરવી નહિં. ફકીર વગેરે જે ત્યાં રહેતા હોય તેને કાઢી મૂકવા. વહેરા વગેરે જે દેવળની ઈમારત ઊઠાવી લઈ ગયા છે તે તુરત તેમને પાછી અપાવજે. આ અને આવા અનેક બનાવે રાજનગરના પ્રભાવને દર્શાવતા બન્યા છે. અનેક ચમત્કારપૂર્ણ જિનબિઓ રાજનગરમાં વિરાજે છે. જગપ્રસિદ્ધ હઠીભાઈની વાડીનું શ્રી ધર્મનાથજીનું બાવન જિનાલયનું મન્દિર આજ પણ ભવ્યતાથી દીપે છે. મુનિ સમેલન જેવું મહાન કાર્ય રાજનગરને આંગણે જ ઉજવાયું હતું. ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજ ચન્દ્રને રાજનગરને પરિચય આપતાં જણાવે છે કે - સિદ્ધપુર ને સાબરમતીને પરિચય. આ આબુ ઉપરથી મધરની રમણની નવીન ચન્દનની અચો ચન્દ્રિકાના તરંગથી કર તું સરસ્વતી તીરે વસેલ સિદ્ધપુરને ક્ષણવાર નીરખી વિશ્વપ્રસિદ્ધ રાજનગર જજે. ત્યાં તને એટલે પિતાના પતિના પુત્રને રાજવીતેજે દીપ-આવતે જોઇને દર્ભ–ઘાસના અંકુરના બહાને રોમાંચિત થઈને સાબરમતી નદી તારું સ્વાગત કરવા સમીપ આવશે. ઊંચા ઊંચા તરંગરૂપી હાથ ઉછાળી તને ભેટવા તલસશે