________________ તેના ઉપર ચન્દ્રિકાના રસને સીજે. તારા કરસ્પર્શથી તે પુષ્ટ થશે. સ્ત્રીઓને સ્વામીને સંગ એ પરમ યોવન કહેવાય છે. સ્થાને સ્થાને આ પર્વત પર લૌકિક તીર્થોની હાર પથરાયેલી છે. મિથ્થામતિ નરપતિએ પણ તેને માને છે. તે સૌભાગી ! કુતૂહલથી પણ તું તેને નીરખતે નહિ. તેને અનુસરવાથી પણ શુદ્ધ સમકિત દૂષિત થાય છે. એ પ્રમાણે સ્થિર- તાથી નિરાંતે આ આબને નિરખીને તું સત્વર આગળ જજે. જેણે આ પહાડ જે નથી તે હજુ ગર્ભમાં જ છે એમ કહેવાય છે.” સિદ્ધપુર અને રાજનગરની ગેરવગાથા ! અત્યારે ગણાય છે તેમ ગ્રન્થકારના સમયમાં પણ આબૂ એ ગુજરાત-મારવાડનો સીમાસ્તંભ ગણાતે. ગૂજરાત તરફ જનારા આબુથી આગળ વધે એટલે મારવાડમાં પહોંચ્યા કહેવાય ને મારવાડથી આવનારા આબૂની આ બાજુ આવે એટલે ગુજરાતમાં આવ્યા કહેવાય. આબુ ઉપરથી છેવટ એક વખત મારવાડને રંજિત કરી સિદ્ધપુર થઈને રાજનગર-અમદાવાદ જવાનું ચન્દ્રને ગ્રન્થકાર કહે છે. સરસ્વતીને કાંઠે આવેલું સિદ્ધપુર, તેના ખંડિત થયેલા ભવ્ય રુદ્રમાળથી સિદ્ધરાજના સમયની જાહેજલાલીની યાદ આપે છે. રાજનગરની ગૌરવગાથા સૈકાઓથી ગવાતી આવી છે. જેનોનું, જેનધર્મનું ત્યાં પૂર્ણ વર્ચસ્વ છે. જેનપુરી તરીકે તેનું નામ જનતામાં પ્રસિદ્ધિ પામ્યું છે. તેની કેટલીક પ્રેરણાદાયી હકીકત જાણવા જેવી છે. હાલ જ્યાં અમદાવાદ છે ત્યાં સેંકડો વર્ષો પૂર્વે આશાવલ નામનું નગર હતું.