________________ તેના પ્રાચીન ગીરવને ખ્યાલ આપે છે. નાહડ રાજાના સમયમાં તો તે પર્વત ઉપર કરોડપતિ જ વસી શકતા હતા. નવાણું લાખની મિલકતવાળાને ઉપર રહેવાનો અધિકાર પણ ન હતું. તેઓ નીચે જ વસતા. લગભગ આઠસે હાથ એ પર્વત ઊંચો છે. તલેટીમાં જ જાલેર નગર છે તે પણ વિશાળ ને મને હર છે. ત્યાં પણ 13 જિનમન્દિરે છે. અનેક શ્રીમંત વસે છે. જાલેરથી 20 ગાઉ દૂર શિરેહી નગરી છે. રાજધાની છે. શિરોહીના ગગનચુંબી જિનમન્દિરો શત્રુંજયની એક ટુકને ખ્યાલ આપે છે. આજ કરતા ગ્રન્થકારના સમયમાં ત્યાં વેશ્યાઓની વસતિ વધારે પડતી હશે, તે તેમણે કરેલા ખાસ ઉલ્લેખથી જણાય છે. આને અચલગઢને પરિચય– શિરોહીથી અબુદાચલ (આબૂ) 12 જ ગાઉ થાય છે. નિમેષમાત્રમાં ચન્દ્રને ત્યાં જવાનું કહી શાન્તિથી તેનું અવલેકન કરવા ગ્રન્થકાર ચન્દ્રને જણાવે છે. હિન્દુસ્તાનમાં આવેલા ઊંચા પર્વતમાં આબૂ પણ એક છે આબૂની ઉપરની સપાટી આશ્ચર્યજનક છે. પર્વત ઉપર બાર બાર ગામ વસ્યા છે. સુન્દર સરવરે છે. જોવાલાયક સ્થળો તે પાર નથી. ગહન વનરાજી પથરાએલી છે. આ સર્વ કરતા તેની વિશિષ્ટતા અને આકર્ષણમાં પ્રધાન કારણભૂત અજોડ કારીગરીવાળા જિનચૈત્ય છે. તે ચૈત્યેની ભવ્યતા-કલા નીરખીને દરેકના નયને સ્થિર થઈ જાય છે ને મસ્તક નમી પડે છે. દૂરદૂરથી તેના દર્શન માટે સેંકડે માણસ આવું છે. વિમળશાહ ને વસ્તુપાલ ત્યાંના અનેક મન્દિરમાં મુખ્ય મન્દિર બે છે. એક શ્રેષ્ઠ