________________ પાછી ઠેલવી ઉચિત નથી. જગતમાં કહેવાય છે કે યાચકની યાચના પૂરી ન થાય તેમાં તેની લઘુતા નથી પણ દાતારની લઘુતા થાય છે, માટે મને નિરાશ ન કરતા. મિત્ર ! વિશ્વમાં તારાથી ન બની શકે એવું કાંઈપણ નથી. કમળ કરથી એક સાથે વિશ્વને તું કરી જા છો. મહાદેવ માથે પાદ મૂકી હસતા વિસ્તૃત જગતમાં શૌર્ય ને પ્રતાપ ફેલાવે છે. તારો ભાણેજ દુબલ શરીરને જયન્ત નામને કામદેવ તારી જેવા મામાના પ્રભાવથી જ જગતને નચવે છે, જગતને જીતે છે. તારો સાળો શ્યામગપાલ ત્રણ પગલામાં ત્રણ ભુવનને માપી લેવાનું સામર્થ્ય ધરાવે છે તેમાં પણ તારા જેવા બનેવાને જ પ્રતાપ ચમકે છે. વધુ તે શું પણ તારા જેવા રાજાની બહેન હોવાને કારણે જ વિજળીથી વિશેષ ચંચલ, નદી કરતા વધારે નીચ સ્થાનમાં જનારી, કાળા કાળા ધૂમાડાથી અધિક આંધળા કરવામાં સમર્થ લક્ષ્મીને લેકે ચાહે છે.” એ પ્રમાણે જણાવીને તેમણે ચન્દ્રમાને પિતાની પ્રાર્થના ગમે તેવી હોય તે પણ તે પાર પાડવાનું તેનામાં સામર્થ્ય છે તે જણાવ્યું, અને જે તે પિતાની પ્રાર્થના ન સ્વીકારે તો તેના કુટુમ્બમાં સર્વ કરતા તે હીન ને વિરુદ્ધ વર્તન કરનારો બને એ પણ સૂચવ્યું કારણ કે તેના કુટુમ્બમાં બધા બીજાનું કાર્ય નિષ્કામભાવે કરી છૂટનારા છે. ચન્દ્રને જવાના સ્થલને નામનિર્દેશ તેમની હદયંગમ પ્રાર્થના પાર પાડવાનું રજનીપતિએ કબૂલ્યું એટલે તેમણે કહ્યું કે અહિંથી તારે તાપીને તટે શુભતા સુરત શહેર જવાનું છે. ત્યાં જઇને ત્રિભુવનજનવન્દનીય પૂર્ણ પુણ્ય મળી શકાય એવા તપાગચ્છના અધિપતિ શ્રીપૂજ્ય આચાર્ય મહારાજના દર્શન કરવાના છે, મારે વન્દન સદેશ તેઓ પૂજ્યશ્રીને પહોંચાડવાનો છે.”