________________ ( 72 ) 137 દાન સંબંધી વિચાર जे अदाणं पसंसंति, वहमिच्छंति पाणिणं। जइणि (तं) पडिसेयंति, वित्तिच्छेयं करंत ते // 16 // - જેઓ અસતિના દાનની પ્રશંસા કરે છે, તેઓ પ્રાણીના વધને ઈચ્છે છે અને જેઓ અનુકંપાદાનને નિષેધ કરે છે, તેઓ અન્યની વૃત્તિનો છેદ કરે છે. એટલે તેઓ અંતરાય કર્મ બાંધે છે. 14. (આ ગાથાનું ત્રીજું પદ અશુદ્ધ જણાય છે.) 108 સજ્જને કેવું બેલિવું? संतेहिं असंतेहिं, परस्स किं जंपिएहिं दोसेहिं। अत्थो जत्थ न लब्भइ, सो अमित्तो कओ होइ // 165 // છતા અથવા અછતા બીજાના દેષ બોલવાથી શું ફળ છે? કાંઈજ ફળ નથી. કેમકે તેમાં કોઈ પણ અર્થધનાદિક મળતું નથી, અર્થ સરતો નથી અને ઉલટો તેને શત્રુ કરાય છે તે શત્રુ થાય છે. 165. मा होउ सुअग्गाही, मा जंपह जं न दिळं पच्चक्खं / पञ्चक्खे वि अदिट्टे, जुत्ताजुत्तं वियारेइ // 166 / / * શ્રતગાહીન થવું. એટલે કે કોઈની પાસેથી કાંઈ વાત સાંભળી કે તરત જ તેને વગરવિચારે સત્ય માની લેવી નહીં. વળી જે પ્રત્યક્ષ જોયું ન હોય તે પણ બીજાની પાસે ન કહેવું, તથા પ્રત્યક્ષ જોયા છતાં પણ યોગ્ય અને અયોગ્યને વિચાર કરે. અર્થાત ગ્યકહેવાયેગ્ય-સંભવિત હોય તે જ કહેવું, અયોગ્ય-અસંભવિત હેય તે તે કહેવું નહીં. 166,