________________ (35) દ્વારિકા નગરીમાં પ્રથમની જેમ ફરીને રેગની ઉત્પત્તિ થઈ તે જાણું કૃષ્ણ પિતાની સભામાં તે ભેરી વગડાવી, પરંતુ તેને શબ્દ સભાની અંદર પણ પૂરે સંભળાય નહીં. ત્યારે કૃષ્ણ પિતે તે ભેરીને જોઈ તો દરિદ્ર માણસની કથા જેવી દીઠી. તેથી કૃષ્ણ તેના જાળવનાર૫ર ક્રોધ કરી તેનો વિનાશ કર્યો. પછી ફરીથી મનુથો પરની અનુકંપાને લીધે કૃષ્ણ પૈષધશાળામાં જઈ અડ્ડમ તપ કરી તે જ દેવને આરા. એટલે તે દેવે પ્રત્યક્ષ થઈ આરેધવાનું પ્રયોજન પૂછ્યું. કૃષ્ણ સર્વ વૃત્તાંત કહી બીજી ભેરી માગી. તે દેવે પણ આપી. તે ભેરી કૃષ્ણ વાસુદેવે સારી રીતે પરીક્ષા કરી નિશ્ચય કરેલા બીજ આ સેવકને જાળવવા આપી. તેણે તે ભેરી લેભાદિકને આધીન ન થવાથી અખંડ રાખી. તેથી સર્વ પ્રજા ચિરકાળ સુખી થઈ ઈત્યાદિ. આ દષ્ટાંતને ઉપનય આ પ્રમાણે છે-ભેરીને ઠેકાણે જિનપ્રવચનના સૂત્રાર્થ જાણવા જેમ ભેરીને શબ્દ સાંભળવાથી રોગનો નાશ થાય. તેમ સિદ્ધાંતના શબ્દો સાંભળવાથી પ્રાણીઓના કર્મનો વિનાશ થાય છે. જે શિષ્ય મૂળ સૂત્ર તથા અર્થને વચ્ચે વચ્ચે ભૂલી જઇ તે સ્થાને બીજા બીજ સૂત્ર અર્થને જોડી દઈ કથા સમાન કરે છે. તે ભેરી વગાડનાર પહેલા પુરૂષ જે જાણ. આ શિષ્ય એકાંતપણે અયોગ્ય છે અને જે શિષ્ય આચાર્ય (ગુરૂએ) કહેલા સૂત્ર તથા અર્થને બરાબર યથાર્થ ધારી રાખે છે. તે પાછળના ભેરી જાળવનાર પુરૂષ જે જાણ. આવો શિષ્ય એકાંતપણે યોગ્ય છે, - 16 આભીરી કે આભીર પિતાની ભાય સહિત ધી રવેચવા માટે ગાડામાં ઘીનાં પાત્રો ભરી પાસના નગરમાં ગયો. ચિટામાં આવી વેપારીઓની દુકાનમાં ઘીનું સારું કરવા લાગ્યા. છેવટ એક વેપારીની સાથે ઘીનું સાટું નક્કી કર્યું. પછી તે આભીર ગાડામાં રહી ધીના માપવાળો નાનો ઘડો ભરી ભરીને નીચે ઉભી રહેલી આભીરીને આપવા લાગ્યો અને તે આભીરી વેપારીને આપવા લાગી. તેવામાં એક વખત દેવા લેવામાં બરાબર ઉપયોગ નહીં રહેવાથી તે ઘીના માપને ઘડે