________________ “અહો! આવ, આવે. તમારું સ્વાગત છે! અહે અમને ધન્ય છે કે આજે તમારું અકસ્માત દર્શન થયું.” એવાં તેનાં હાંસીના વચન સાંભળી પુષ્પરાવર્ત શરમાઈને ચાલ્યો ગયો. . આ દાંતને ઉપનય એ છે જે-મુગલની જેવો કઈ જડબુદ્ધિવાળે શિષ્ય હોય તેને તેના આચાર્યો મોટા પ્રયત્નથી ભણાવ્યા છતાં એક અક્ષર પણ આવડ્યો નહીં, ત્યારે આચાર્ય તેને અયોગ્ય ધારી તેની ઉપેક્ષા કરી. ત્યારપછી કઈ યુવાન વયવાળા. ગર્વિષ્ઠ અને નવા આચાર્ય એમ કહેવા લાગ્યા કે-શિષ્યને ન આવડે તેમાં આચાર્યનો જ દોષ છે, ગમે તે જડ શિષ્ય હોય તોપણ સારા આચાર્ય તેને પંડિત કરી શકે છે.” ઈત્યાદિક અભિમાનનાં વચન બોલી પ્રતિજ્ઞા કરી તે અયોગ્ય શિષ્યને ભણાવવા લાગ્યા. પરંતુ તેના હૃદયમાં એક શબ્દને અર્થ પણ પરિણમ્યો નહીં. એટલે થાકીને તે નવા આચાર્ય ભ્રષ્ટપ્રતિજ્ઞાવાળ થવાથી લત થઈને ચાલ્યા ગયા. તાત્પર્ય એ છે કે આવા અયોગ્ય શિષ્યને શાસ્ત્ર શીખવવાથી તેને ઉલટો અનર્થ પ્રાપ્ત થાય છે અને બીજા અનેક પ્રાણીઓને પણ તે અનર્થકારક થાય છે. 1 2 હવે કૃષ્ણભમિ જેવા ગ્ય શિષ્યને શાસ્ત્ર ભણાવવું. કેમકે કૃષ્ણભૂમિમાં પડેલી જળવૃષ્ટિ જમીનમાં સમાઈ જાય છે અને વાવેલું બીજ ઘણાં બીજને ઉત્પન્ન કરે છે, તેમ ખ્ય શિષ્યને આપેલું શાસ્ત્ર સ્વપરનો વિકાસ કરી અત્યંત શુભપણે પરિણમે છે. તેથી તેવા કૃષ્ણભૂમિ સમાન શિને ગ્ય જાણવા તે બે પ્રકારના હોય છે. નવા અને જૂના * 3 કટવડ નવા એટલે તત્કાળ નીંભાડામાંથી કાઢેલા જૂના ઘડા બે પ્રકારના હોય છે-ભાવિત અને અભાવિત, ભાવિત પણ બે પ્રકારના હોય છે-જે પૂરે વિગેરે પ્રશસ્ત દ્રવ્યથી ભાવિત ફિરેલા તે પ્રશસ્ત દ્રવ્યભાવિત, તથા લસણ વિગેરે અપ્રશસ્ત દ્રવ્યથી ભાવિત કરેલા તે અપ્રશસ્ત દ્રવ્યભાવિત કહેવાય છે. તેમાં જે પ્રશસ્ત દ્રવ્યભાવિત છે તે પણ બે પ્રકારના છે. વામ્ય એટલે વામન કરાવવા લાયક અર્થાત્ જેને લેપ જતો રહે તેવા તથા બીજા