________________ (13) જે ઘંટી વિગેરે યંત્રમાં પીલાતાં જેમાં નખીયા હોય તે દ્વિદળ કહેવાય છે, તેના બે દળ નીપજ્યા પણ તેમાંથી નખીયા ન ગયા તેથી તે દ્વિદળ કહેવાય છે. 404, (અન્યત્ર દ્વિદળનું લક્ષણ બીજી રીતે કહેલ છે.) રપ મહાવિદેહ ક્ષેત્રના સાધુના આહારનું માન. बत्तीसं कवलाहारो, बत्तीसं तत्थ मूडया कवलो / एगो मूडसहस्सो, चउवीसाए समहिओ य // 405 // મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા સાધુઓને પણ બત્રીશ કવળ આહાર હોય છે, તેમને બત્રીશ મુડાને એક કવળ થાય છે, તેથી બત્રીશ કવળનું પ્રમાણ બત્રીશને બત્રીશે ગુણવાથી એક હજાર અને ચોવીશ મુડા થાય છે, એટલે એક સાધુને એક વખતનો આહાર હોય છે, 45, (અહીં મુડાનું માપ કેવડું ગણાય છે તે સમજવામાં નથી.) ર૬૦ મહાવિદેહના સાધુઓના મુખનું તથા પાત્રનું પ્રમાણ रयणीओ पन्नासं, विदेहवासम्मि वयणपरिमाणं / पत्ततलस्स पमाणं, सत्तरधणुहाइ दीहं तु // 406 // ' ' મહાવિદેહ ક્ષેત્રને વિષે સાધુના મુખનું પ્રમાણ પચાસ હાથનું છે, તેના પાત્રના તળીયાનું પ્રમાણ સત્તર ધનુષ દીર્ઘ (લાંબું) હેય છે. 406. ( આ પ્રમાણ ઉસેધાંગુળે સમજવું આપણા કરતાં 500 ગણું સુમારે હોવાથી તે ઘટી શકે છે. ) ર૬૧ મહાવિદેહના સાધુની મુખવસ્ત્રિકાનું પ્રમાણ मुहणंतएण तेसिं, सठिसहस्सा य एग लक्खा य / भरहस्स य साहणं, एयं मुहणंतयं माणं // 407 //