________________ (11) એટલે કે અષાઢ માસને પહેલે દિવસે ત્રણ પગલાંની છાયાએ સાઢપિરસી થાય છે, અને ત્યારપછી અઢી દિવસે ત્રણ પગલાં ઉપર એક આંગળ છાયા હોય તે વખતે સાઢારસી થાય છે. એ પ્રમાણે અઢી અઢી દિવસે એક એક આંગળ વધારતાં ત્રીશ દિવસે એટલે એક માસે બાર આંગળ એટલે એક પગલાં જેટલી છાયા વધે છે, તેથી શ્રાવણ માસને પહેલે દિવસે ચાર પગલાં છાયા હેય ત્યારે સાઢપારસી થાય છે. એ પ્રમાણે વધતાં વધતાં પોષ માસને પહેલે દિવસે નવ પગલાં છાયા થાય ત્યારે સાઢપોરસી થાય છે. ત્યાર પછી અઢી અઢી દિવસે એક એક આંગળ ઓછી કરવી, એટલે માઘ માસને પહેલે દિવસે આઠ પગલાંની છાયાએ સાઢપારસી થશે. એ પ્રમાણે પાછી હાનિ કરતાં કરતાં અષાઢ માસના પહેલા દિવસે ત્રણ પગલાંની છાયાએ સાઢપરસી થશે. ર૦, - 182 પુરિમટ્ટનું પ્રમાણ आसाढ़े समछाया, पोसे मासे हवंति छपाया / वइंति हीयमाणे, पए पए होइ पुरिमडो॥ 291 // * અષાઢ માસમાં પોતાના શરીરમાં સમાઈ ગયેલી છાયા હેય ત્યારે પુરિમઠું થાય છે, અને પોષ માસમાં પોતાના શરીરની છાયા છ પગલાની (ત્રણ હાથની) હોય ત્યારે પુરિમ થાય છે. એ જ પ્રમાણે માસે માસે એક એક પગલાંની વૃદ્ધિ તથા હાનિ કરવી, 2010 (દરેક મહિને એક પગલું એટલે 12 આંગળ ઘટાડવી તે આગળ બતાવે છે.) माघे दुहत्थि छाया, बारस अंगुलपमाण पुरिम मासे बारंगुलहाणी, आसाढे निठिया सव्वे // 292 // માઘ માસમાં બે હાથ અને બાર આંગલ (કુલ પાંચ પગલાં) છાયા હોય ત્યારે પુરિમદ્દ થાય છે. છેવટ અષાઢ માસમાં સર્વ છાયા નિઠી જાય એટલે શરીરમાં જ સમાઈ જાય ત્યારે પુરિમ થાય છે. એ રીતે માસે માસે. બાર બાર આંગળની હાનિ કરવી. ર૯૨,