________________ (10) તીર્થકર થવાના હોય તે દ્રવ્યજિન કહેવાય છે 7 તથા સમવસરણમાં બિરાજતા જે સાક્ષાત તીર્થકરે છે તે ભાવજિન કહેવાય છે. 4. ર૪૬. (અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં ર૦ વિહરમાન વિચરે છે તેને ભાવજિન સમજવા.) 158 જિનચૈત્યમાં તજવાની દશ મેટી આશાતના तंबोल 1 पाण 2 भोयण 3 ___ वाणह 4 मेहुन्न 5 सुयण 6 निठिवणं 7 / मुत्तुच्चारं 8-9 जूयं 10, वज्जे जिणनाहगब्भारे // 247 // તબળ (પાન સેપારી) ખાવું 1, પાણી પીવું 2, ભેજન કરવું 3, ઉપાનહ-જોડા પહેરવા 4, મૈથુન સેવવું 5, સુવું 6, થુંકવું 7, મૂત્ર (લઘુનીતિ કરવી) 8, ઉચ્ચાર (વડીનીતિ કરવી) 9, તથા ધૃત-જુગટે રમવું ૧૦-આ દશ મોટી આશાતનાઓ ખાસ જિનેશ્વરના ચૈત્યમાં વર્જવાની છે. ર૪૭. (અહીં “ગભારે શબ્દ ચૈત્યવાચક છે. અન્યત્ર નારૂપ એટલે જગતિમાં-ગઢની અંદર, એમ કહેલ છે. આશાતનાઓ તો 84 કહેલી છે, તેમાંથી આ દશ તે અવશ્ય વર્જવા યોગ્ય કહેલી છે.) 159 સંપ્રતિ રાજાએ નવા કરાવેલા તથા જીર્ણોદ્ધાર કરાવેલા ચૈત્યોની સંખ્યા. संपइरायविणिम्मिय-पणवीससहस्सपवरपासाया। छत्तीससहस्सजुण्णा, जिणविहारा कया जेण // 248 // સંપ્રતિ રાજાએ પચીશ હજાર નવા ઉત્તમ પ્રાસાદા બનાવેલા હતા, તથા તેણે જીર્ણ થયેલા છત્રીસ હજાર જિનચૈત્યોનો ઉદ્ધાર કર્યો હતો. 248, કઈ જગ્યાએ 3600 જીર્ણોદ્ધાર ને 8000 ચૈત્ય મળીને સવા લાખ જિનચૈત્યો કરાવ્યાનું કહેલું છે.