________________ (12) ઘણા (પ્રમાણ વિનાનો) પરિગ્રહ, તેમાં ઘણા (અપરિમિત) પરિ રહનો ત્યાગ અને અલ્પ (પરિસિત) પરિગ્રહની જયણ, તેથી પાંચ વસા વ્રત રહ્યું. પ્રમાણે પેત પરિગ્રહના પણ બે ભેદ-પોતાને અર્થે પરિગ્રહ રાખવો અને બીજાને માટે પરિગ્રહ રાખવે. તેમાં પિતાને માટે પરિગ્રહ રાખવાની જયણા અને બીજાને માટે પરિગ્રહ રાખવાને ત્યાગ, તેથી અઢી વસા વ્રત રહ્યું. બીજાને અથે પરિગ્રહ ત્યાગના પણ બે ભેદ-સ્વજનને અર્થે અને પરજનને અર્થે. તેમાં પુત્ર, પિત્ર, બાંધવ વિગેરે સ્વજનને અર્થે પરિગ્રહ રાખવાની જયણા અને અન્ય જનને અર્થે પરિગ્રહને ત્યાગ, તેથી સવા - વસે પાંચમું વ્રત શ્રાવકને હોય છે. રે૪૧ 155 ઘર દેરાસરમાં ન બેસાડવા યોગ્ય પ્રતિમા लिप्पे१ य दंत२ कठे३, लोह४ पाहाण५पंच पडिमाओ। नो कुज्जा गिहपडिमा, कुलधणनासो हवइ जम्हा // 242 // લેખની 1, દાંતની રે, કાષ્ટની 3, લોઢાની 4 અને પાષાણની પ-આ પાંચ જાતની જિનેશ્વરની પ્રતિમાઓ ઘરદેરાસરમાં સ્થાપન કરવી નહીં. કેમકે તેમ કરવાથી કુળ અને ધનને નાશ થાય છે. ૨૪ર. 156 પાંચ પ્રકારનાં ચૈત્ય. भत्ती? मंगल चेइयं२, निस्सकडं३ चेइयं अनिस्सकडं४। सासयचेइय५ पंच, उवइटं जिणवरिंदेहिं // 243 // ભક્તિચિત્ય 1, મંગળચેત્ય 2, નિશ્રાકૃત ચૈત્ય 3, અનિકાકૃત ચૈત્ય 4 અને શાધિત ચિત્ય ૫-આ પાંચ પ્રકારનાં ચૈત્ય જિનેશ્વરેએ કહ્યાં છે. ર૪૩,