________________ ( 8 ) દશાર કુળમાં સિંહ સમાન એવા કૃષ્ણ વાસુદેવે ગુરૂવંદન કરવાથી તીર્થકર નામકર્મ બાંધ્યું, ક્ષાયિક સમકિત ઉપાર્જન કર્યું, અને સાતમી નરકે જવાનું હતું તેને બદલે ત્રીજી નરકનું આયુષ્ય બાંધ્યું. ર૩૧.(અહીં આયુષ્ય બાંધ્યું ન સમજવું. ગતિમાં ભેદ કરી સાતમીની ત્રીજી કરી એમ સમજવું કેમકે આયુ બાંધ્યા પછી ફરતું નથી.) गुरुवंदणेण जीवो, तमपडलं फड्डइ नीयगुत्तं च / अप्पंडिहयसोहग्गं, पावइ सिरिवासुदेवु व्व // 232 // - ગુરૂવંદનવડે છવ શ્રી વાસુદેવની જેમ અજ્ઞાનરૂપી અંધકારને સમૂહને નાશ કરે છે, નીચ ગોત્રનો નાશ કરે છે અને અપ્રતિહત સૌભાગ્ય પામે છે. ર૩ર. (અહીં પણ વાસુદેવ તે કૃષ્ણ જ સમજવા). 149 પ્રત્યાખ્યાનના આગારો दो चेव नमुक्कारि, आगारा छच्च हुंति पोरिसिए / पंचेव अब्भत्तठे, एगासणंमि अहेव // 233 // નવકારશીના પચ્ચખાણમાં બે જ આગાર, પિરસીના પચ્ચખાણમાં છ આગાર, ઉપવાસના પચ્ચખાણમાં પાંચ અને એકાશનના પચ્ચખાણમાં આઠ આગાર કહેલા છે. 233 सव्वागारे वुच्छं, आगार सत्त हुंति पुरिमढे / छच्चेव य उदगम्मि, एगहाणम्मि सत्तेव // 234 // | સર્વ આગાને કહું છું. પુરિમાઈના સાત આગાર, પાણીના છ આગાર અને એકલઠાણાના સાત આગાર કહ્યા છે. 234 सोलस य काउस्सग्गे, छच्चेव य दंसणम्मि आगारा / * एगो य चोलपट्टे-भिगइए हुंति चत्तारि // 235 / /