________________ (3) જીવવિચાર પ્રકરણ વિગેરેમાં છવના 563 ભેદ કહેલા છે, તૈને અભિહયા, વત્તિયા વિગેરે દશ પદવડે ગુણીએ કેમકે એ દશ પ્રકાર વિરાધનાના છે ત્યારે પાંચ હજાર છસે ને ત્રિીશ પ૬૩ ભેદ થાય છે. તેને રાગ અને દ્વેષ એ બેવડે ગુણતાં અગ્યાર હજાર બસો ને સાઠ ૧૧ર૬૦ ભાંગા થાય છે. તેને મન, વચન અને કાયા એ ત્રણ ગે ગુણતાં તેત્રીશ હજાર સાતસો ને એંશી 33780 ભંગ થાય છે. તેને કરવું કરાવવું અને અનુમેદવું એ ત્રણ કારણવડે ગુણતાં એક લાખ એક હજાર ત્રણસેં ને ચાલીશ 191340 ભંગ થાય છે. તેને ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણ કાળે ગુણતાં ત્રણ લાખ ચાર હજાર અને વીશ 704020 ભંગ થાય છે. તેને અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરૂ અને આત્માની સાક્ષરૂપ છએ ગુણવાથી અઢાર લાખ ચોવીશ હજાર એકસે ને વીશ ૧૮૨૪૧ર૦ ભંગ થાય છે. આ પ્રમાણે ઈરિયાવહીના મિચ્છામિ દુક્કડં (મિથ્યાદુકૃત) ના ભંગનું પ્રમાણ મુતમાં કહ્યું છે. ૨૧પ-૧૬-૧૭–૧૮, 143 કાયોત્સર્ગના ઓગણીશ દેષ. घोडग 1 लया 2 य खंभे 3, कुड्डे माले 4 य सवरि 5 वहु 6 नियले 7 / लंबुत्तर 8 थण 9 उद्धी 10, संजइ११ खलिण१२ वायस१३ कविढे१४ // 219 // सीसे कंपिय१५मूइ१६, अंगुलिभमुहाइ१७वारुणी१८पहा१९॥ नाभिकरयलकुप्पर,ऊसारिय पारियांम थुई // 220 // ઘોડાની જેમ પગ ઉચો નીચે કરે તે ઘટક દોષ 1, લતાની જેમ કંપે તે લતા દોષ , થાંભલાને ટેકો દે તે સ્તંભ દોષ 3, - 1 (મનુષ્યના 303, દેવતાના 198, નારકીને 14 ને તિર્યંચના 48 . - મળી 563 થાય છે. )