________________ 120 આનંદાદિક શ્રાવકને ઉપસર્ગ વિગેરે. ओहिनाण१ पिसाए२, माया३ वाही४ धण५ उत्तरिजेद य। भजाइसुया७ तह, दुव्वयाटनिरुवसग्गया तिन्नि // 184 // પહેલાને અવધિજ્ઞાન થયું છે. 1, બીજાને પિશાચથી 2, ત્રીજાને માતાથી 3, ચેથાને વ્યાધિથી 4, પાંચમાને ધનથી 5, છઠ્ઠાને ઉત્તર દેવાથી 6, સાતમાને ભાર્યાદિથી 7 અને આઠમાને દુર્ઘત્તા સ્વીથી ૮એમ સાત શ્રાવકને એ અનુક્રમે ઉપસર્ગો થયા છે અને છેલ્લા બેને તથા પહેલા આનંદ મળી ત્રણને ઉપસર્ગ થયા નથી. 184. ( આનંદ શ્રાવકને અને છેલ્લા બે શ્રાવકને મળી 3 ને ઉપસર્ગો થયા નથી. આનંદને અવધિજ્ઞાન થયેલ છે.) શ્રી વર્ધમાન દેશના વિગેરેમાં જોતાં આનંદ પછીના છે શ્રાવકેને દેવોએ ઉપસર્ગ કર્યા છે, અને આઠમા મહાશતકને તેની ભાર્યાએ ઉપસર્ગ કર્યા છે. આ ગાથામાં દેવ શિવાય જુદાં જૂદાં નામ લખ્યાં છે તેનો હેતુ આ પ્રમાણે સંભવે છે-બીજા કામદેવ શ્રાવકને દેવે પિશાચરૂપે ઉપદ્રવ ઘણે કર્યો હતો તેથી ત્યાં પિશાચ શબ્દ લખ્યો છે. ત્રીજા ચુલનીપિતા પાસે તેના પુત્રને માય છતાં તે ક્ષોભ પાપે નહીં છેવટે તેની માતાને મારવાનો ઉપસર્ગ કર્યો ત્યારે તે ક્ષોભ પાપે તેથી ત્યાં માતા શબ્દ લખે છે. જેથી સુરદેવ બીજા સર્વ ઉપદ્રવથી ક્ષેભ પાપે નહીં, છેવટ તેના શરીરમાં વ્યાધિ ઉત્પન્ન કરવાનું કહ્યું ત્યારે ક્ષેભ પાપે, તેથી ત્યાં વ્યાધિ શબ્દ લખ્યો છે. પાંચમો ચુલ્લશતક બીજા ઉપસર્ગોથી ક્ષોભ પામ્યો નહીં. છેવટ તારૂં સર્વ ધન લઈને નાંખી દઈશ એમ કહી સર્વ ધન દેવતાએ તેની પાસે લાવી તે લઈ જાય છે એમ તેને દેખાડ્યું ત્યારે તે ક્ષેભ પામ્યો. તેથી ત્યાં ધન શબ્દ લખે છે. છઠ્ઠા કુંડલિકને ગોશાળકમતિદેવે ગોશાળાનો ધર્મ અંગીકાર કરવાનું કહ્યું અને તેના ઘર્મની પ્રશંસા કરી છતાં તે ક્ષોભ પામ્યો નહીં અને ઉલ તે દેવને યુક્તિથી ઉત્તર આપી જીતી લીધે, તેથી ત્યાં ઉત્તર શબ્દ લખે છે, સાતમે સદ્દાલપુત્ર પોતાના પુત્રોના