________________ સુખથી અધિક એવા અને સ્વાભાવિક આત્મિક ગુણોની ખીલવણવાળા મોક્ષસુખને હું પ્રાપ્ત કરૂં તેવા પ્રકારને કઈ પણ સમય આવશે?” આવી સુંદર ભાવના ભાવવાથી આત્મજ્ઞાન, આત્મધર્મ અને સાચો આત્માનુભવ પ્રાપ્ત થશે એટલું જ નહીં પણ સત્યસુખનિરૂપાધિક સુખની પ્રાપ્તિ થશે, માટે હે ચેતન ! ક્ષણમાત્ર તું પ્રમાદ કરીશ નહીં, સદા તું શુદ્ધ ઉપગમાં રહેજે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ ત્રણ પ્રકારનાં આત્માનાં સ્વરૂપ છે. પિદુગલિક વસ્તુઓમાં મહારાપણાની બુદ્ધિ તથા શરીર, કુટુંબ, ધનધાન્ય આદિક આત્માથી ભિન્ન વસ્તુઓમાં આસક્તિ રાખે તે બહિરાત્મા છે. તેમજ જે પ્રાણી શરીર ઉપર આત્મબુદ્ધિ ધારણ કરે છે એના સુખમાં આનંદ માની મોજમજામાં પૂર્ણતયા રસ લે છે. એને પોતાનું સર્વદા માને છે એના ઉપર માયા મમતા રાખી એમાંજ સદા બંધાયેલો રહે છે તે બહિરાત્મા સમજ. શરીર અને ઘરથી એટલે તમામ પિદુગલિક વસ્તુઓથી અસંખ્યાત પ્રદેશી આત્મા અલગ છે તેમજ દશ પ્રાણથી રહિત, અરૂપી, અવિનાશી, નિર્ભય શુદ્ધ ચિદાનંદ આત્મા શરીરમાં રહેલો છતાં બહિરાત્માના દષ્ટા તરીકે આસક્તિ રહિત જે છે તે અંતરાત્મા જાણવો. કાયાદિક પરવસ્તુ-પદ્ગલિક ઉપર મમત્વ ન રાખતાં તેના સાક્ષી રૂપે દ્રષ્ટા તરીકે રહે તેને અંતર આમા સમજ. યથાખ્યાત ચારિત્ર પાળી ચાર ધાતિકર્મ ખપાવી ક્ષીણ મોહી બની કેવલજ્ઞાન પ્રાપ્ત કરે તે પરમાત્મા જાણ. સકળ ઉપાધિના ત્યાગ પૂર્વક જ્ઞાનાનંદમાં સદા રમણ કરે અને અતીધિય ગુણનું સર્વોત્તમ સ્થાનક થાય તે જ પરમાત્મા સમજ