________________ જાણીને તે ક્રોધાદિ કષાયથી પાછા ફરીશ ત્યારે જ આત્મધર્મ પ્રગટ થશે. અનાદિ કાળથી આત્મા પાંચ ઇંદ્રિયોની વિષયવાસનાથી તથા તેમાં લુબ્ધપણું હોવાથી તથા અઢાર પાપસ્થાનક, નેકષાય તથા પરભાવ દશાથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય, ગ અને પ્રમાદ એ કર્મબંધના હેતુથી અલગ ન થાઉં ત્યાં સુધી સંસાર છે અને સંસાર એજ દુઃખનું કારણ છે. માટે એમ જાણું છે આત્મન્ ! તું ત્યારે શુદ્ધધર્મને વિચાર કરે અને તેમાંજ સદા મગ્ન રહે, જેથી તે સદા આનંદ ભેગવીશ. શુદ્ધ આનંદ એજ આત્માને સાક્ષાત્કાર છે. અનાદિકાળથી દ્રવ્યસુખ તેમજ દ્રવ્ય ધન મેળવવા હંમેશાં હેં ઝંખના કરી છે. પરંતુ ખરૂં સુખ અને ખરૂં ધન તે ભાવ છે તે હારી સત્તામાં રહેલું છે. હે તે મેળવવા ઉપગ કર્યો નથી તેથી તું અસંભવિત નાશવંત દ્રવ્ય-ધન તેની લાલચમાં પડીને અસંતોષી થઈ પાપસ્થાનક સેવતો પુકલ વસ્તુ પિતાની નહીં છતાંય પિતાની માનતો તેમાં આસક્ત થઈ કર્મરૂપી શુભાશુભ વર્ગણાઓને ભાર લઈને ફેગટ ભારે થાય છે. હે આત્મા “ચેત ચેત કાળ ઝપાટા લેત” તું લ્હારા શત્રુઓની સાથે રહે છે તેથી હુને સુખને બદલે દુઃખજ મળશે. માટે હે આત્મા! તું હારૂં શરણ સ્વીકાર. સાચું શરણ એક વીતરાગજ છે, બીજા કેઈ શરણ કરવા ગ્ય નથી, વીતરાગની ઉપાસનાથી નાગકુમારને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. રાવણે તીર્થકર ગોત્ર બાંધ્યું દમયંતી આદિ મહાસતીઓએ સમ્યકત્વની પ્રાપ્તિ અને સુખ મેળવ્યાં.' વીતરાગના ધ્યાનથી વિતરાગતા પ્રાપ્ત થાય છે. નાચતં મુવનમૂવળમૂત! નાથ !, - મૂતનુૌર્મુવિ ભવન્તમિદુરન્તઃ.