________________ . આચાર્ય શ્રીમાન અદ્ધિસાગર સૂરીશ્વરજીનું 1 સંક્ષિપ્ત જીવન વૃત્તાંત * જે સૌરાષ્ટ્ર (કાઠિયાવાડે) જૈન સમાજને બુદ્ધિમાન ઘણા સાધુઓ સમર્યા છે તેમાં આવેલા ઝાલાવાડ પ્રાંતના વઢવાણ શહેરમાં આચાર્યવય શ્રી ઋદ્ધિસાગર સૂરીશ્વરજીને જન્મ વિ. સં. 1941 ના વૈશાખ વદી 14 ના રોજ થયે હતું. તેમનું ગૃહસ્થાશ્રમનું નામ લક્ષમીચંદ હતું તેમના પિતાનું નામ ટેકરસીભાઈ તથા માતાનું નામ ઝકલભાઈ હિ, ટેકરશીભાઈ પારેખ કુટુંબના હેઈ તેમને રાજ્યમાં - સારે લાગવગ હતું. તેઓ મણીઆરને ધંધો કરતા હતા અને શાંતિપૂર્વક પિતાને નિર્વાહ કરતા હતા. - ભાઈ લક્ષમીચંદ બાલ્યાવસ્થામાંથીજ સૌમ્ય અને ભદ્રિક પ્રકૃતિના હતા. તેમને સાતેક વર્ષની વયે નિશાળે ભણવા મુક્યા ત્યાં તેઓએ ગુજરાતી છ ધોરણ સુધી અભ્યાસ કર્યો. જેમ જેમ ઉમ્મર વધતી ગઈ તેમ તેમ તેમનામાં વિનય, ધમરાગ, પ્રભુભક્તિ વિગેરે બીજરૂપ રહેલા ગુણે વૃદ્ધિ પામ્યા; સંસારપર રૂચિ ઓછી થતી ગઈ ને મન વૈરાગવાસિત થતું ગયું, સંસારની અનેક પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિઓનું નિરીક્ષણ થતાં તેમને સંસાર અસાર ભાસવા લાગ્યું હતું અને આત્મ કલ્યાણ કરવાને શ્રેષ્ઠ માર્ગ કયે એ વાત તેઓ પોતાના મનને પૂછી રહ્યા હતા. વખતે વખત મુનિમહારાજાઓના પ્રસંગમાં આવતાં તેઓ તેમની જીવનની પ્રવૃત્તિપર ખાસ ધ્યાન આપતા હતા. ખાસ કરીને તપસ્વીજી શ્રી ખાંતિવિજ