________________ 185 ભાવાર્થ–પ્રથમ જીનવરનાતીર્થમાં તથા છેલ્લા મહાવિરદેવના તીર્થમાં એધનિર્યુક્તિગ્રંથમાં કહેલા માપવાળાં શ્વેતવસ્ત્ર ધારણ કરવાને કલ્પ છે. અને અજીતનાથથી શ્રી પાર્શ્વનાથ સુધીના તીર્થકરોના તીર્થમાં જેવી રીતે મળે તેવા વર્ણ અને માપવાળા હલકી વા ઉંચી કિંમતના જે વસ્ત્રો મળે તેને વાપરે છે એટલે તેમને વર્ણને તથા માપને નિયમ નથી પરા વસ્ત્રવણું કથનરૂપ 142 મું સ્થાનક પૂર્ણ હવે જીનવના ગૃહસ્થાવસ્થાને કાલ અને કેવલિ અવસ્થાને કાલ જણાવે છે– लं-जहजुग्गं कुमरनिवइ-चक्कीकालेहि होइ गिहिकालो // चयकालाओ केवलि-कालो छउमत्थकालूणो // 298 // गया-यथायोग्य कुमरनृपति-चक्रिकालैर्भवति गृहिकालः। व्रतकालतः केवलि-कालछमस्थकालोनः // 298 // ભાવાર્થ—અનવરના ગૃહસ્થ અવસ્થાને કાળ આ પ્રમાણે જાણ. કુમાર અવસ્થા રાજ્યઅવસ્થા તથા ચક્રવત્તિ પણાને કાળ. આ ત્રણ અવસ્થાના કાળને ગૃહસ્થ અવસ્થાને કાળ સમજે. તેમજ વ્રતસંબંધીકાળમાંથી છવસ્થતાના કાળને બાદ કરતાં એટલે કાળ રહ્યો એટલે કેવલિ અવસ્થાને કાળ જાણ. એ પ્રમાણે ગૃહસ્થ અવસ્થાના કાળ કથનરૂપ 143 મું સ્થાનક અને કેવલ અવસ્થાના કાળકથનરૂપ 144 મું સ્થાનક પૂર્ણ થયું પર૯૮